PM મોદીનું રોદ્ર રૂપ, વિપક્ષને લીધું આડેહાથ કરી નાખ્યો આ મોટો આક્ષેપ…

હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારના રોજ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. તેમણે વિપક્ષ પર આકરા નિશાન સાધતા જણાવ્યું કે, વિપક્ષ સંસદને કાર્ય કરવા દેતો નથી તે સંસદ, બંધારણ, લોકશાહી અને દેશની જનતાનું અપમાન છે.

પીએમ મોદી વિપક્ષ પર જબરજસ્ત વરસ્યા હતા. સંસદની કાર્યવાહી દરમિયાન કેબિનેટ મંત્રી પાસેથી કાગળ છીનવી લેવાની અને પાપડી ચાટની ટિપ્પણી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન.આનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે સંસદનું અપમાન કરવામાં આવ્યું છે.

આ પહેલા 27 જુલાઈના રોજ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પાર્ટી ગૃહને કામ કરવા દેતી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે કોવિડ -19 પર બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે પણ બહિષ્કાર કર્યો હતો અને અન્ય પક્ષોને આવતા અટકાવ્યા હતા. પીએમ મોદીએ ભાજપના સાંસદોને કોંગ્રેસ અને વિપક્ષના આ ‘કામ’ ને જનતા અને મીડિયા સામે ઉજાગર કરવા વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ રાહુલ ગાંધી અને વિપક્ષની સવારે લંચ ડિપ્લોમસીની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ મોંઘવારીનો વિરોધ કરતા રાહુલ ગાંધી સાંસદ સુધી પહોંચવા માટે સાઇકલ લઇને નીકળ્યા હતા. સંસદમાં પણ સતત હોબાળો ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી, મોંઘવારી, ખેડૂત આંદોલન જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો મતભેદ દૂર થઈ રહ્યો નથી. ઓગસ્ટ મહિનાના પ્રથમ વર્કિંગ ડે એટલે કે સોમવારે પણ કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સંસદ સત્ર 19 જુલાઈથી શરૂ થયું છે. જોકે વધારે પડતો સમય તો સરકાર અને વિપક્ષના હંગામા અને વિરોધમાં જ બગડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *