ગુજરાત બાદ હવે આ રાજ્યમાં માસ્ટર સ્ટ્રોકની તૈયારીમાં છે કેજરીવાલ, જાણો શું કરી તૈયારી…
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં જીત બાદ નગરસેવકોએ સમગ્ર ગુજરાતની જનતાના દિલ જીત્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું પ્રદર્શન જોઈ કેજરીવાલ ખુશ થયા છે. તેની સાથે આગામી ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ બધુ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય બન્યા છે ત્યારે ઉત્તરાખંડમાં પણ ચૂંટણીને લઇ તેઓ સક્રિય થઇ રહ્યા છે. આવતા વર્ષે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી યોજાવાની છે. જેથી કેજરીવાલે સળગતા મુદ્દાને લઈ ઉત્તરાખંડ પહોંચશે અને ત્યાં પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર શરૂ કરશે.
કેજરીવાલ આવતીકાલે દેહરાદુન પહોંચવાના છે. ત્યારે તેઓએ વધુમાં જણાવ્યું કે, દહેરાદૂનમાં વિજળીનું ઉત્પાદન થતું હોવા છતાં પણ તેઓને વીજળી કેમ મોંઘી પડે છે. તે લોકોને વીજળી મફતમાં મળવી જોઈએ. કારણ કે ત્યાંથી વીજળી અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે.
કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, દિલ્હીમાં વીજળીનું ઉત્પાદન ન હોવા છતાં પણ દિલ્હીના લોકોને વીજળી ફ્રીમાં આપવામાં આવે છે. તો દેહરાદૂનના લોકોને વીજળી કેમ ફ્રીમાં નથી આપવામાં આવતી. આ પ્રશ્ને લઈ અરવિંદ કેજરીવાલ આવતીકાલે દેહરાદુન પહોંચવાના છે.
આ વાત ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સાંભળતાની સાથે જ તેણે જણાવ્યું કે, કેજરીવાલ વીજળીના મુદ્દે તેનું કામ કરવા ઇચ્છે છે. તે ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. પરંતુ અમે જનતા માટે કામ કરી રહ્યા છીએ. પુષ્કર સિંહ ધામીએ વધુમાં જણાવ્યું કે, અમે ચૂંટણીલક્ષી ક્યારેય કામ કરતા નથી.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ દિલ્હી મોડલ આખા ભારતમાં બનાવવા માગે છે. તે પંજાબમાં પણ ગયા હતા. ત્યાં પણ તેને મફત વીજળીની વાત કરી હતી. આવી જ રીતે તે દહેરાદૂન જવાના છે. ત્યારે તેણે એડવાન્સમાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, દહેરાદૂનના લોકોને કેમ વીજળી ફ્રીમાં નથી આપવામાં આવતી.