રાહુલ ગાંધીનું મોટું નિવેદન કહ્યું કે, જો વિપક્ષ એક થઈને રહેશે તો જ ભાજપ…

સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે મંગળવારે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, રાજદ સહિતના 17 પક્ષોના સાંસદો ભાગ લીધો હતો. આ બેઠક પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં અનેક સાંસદો સાઈકલ પર સવાર થઈને સંસદ પહોંચ્યા હતા.

આ બેઠકમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું હતું કે, વિપક્ષ એક થઈને રહેશે તો જ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણને દબાવી નહી શકે. દરમિયાન વિપક્ષના હોબાળાના કારણે મંગળવારે પણ સંસદમાં કોઈ કામકાજ થઈ શક્યું નહોતું. બંને ગૃહો બુધવાર સુધી મુલતી રખાયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વિરોધ પક્ષાની બેઠકમાં જણાવ્યું હતું કે, આપણે વિપક્ષ તરીકે એક થઈને રહીશું તો જ આરએસએસ અને ભાજપ આપણો અવાજ દબાવી નહીં શકે. આપણે લોકોનો આ અવાજ એક કરવો પડશે, આ અવાજ જેટલાં એક થશે તેટલો જ મજબૂત થશે. ત્યાર પછી ભાજપ અને આરએસએસ માટે આ અવાજને દબાવવો મુશ્કેલ બની જશે.

રાહુલ ગાંધીએ પહેલી વખત સમગ્ર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કર્યો હતો અને મંગળવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બ્રેકફાસ્ટ પર તેમણે વિપક્ષની બેઠક બોલાવી હતી, જેમાં ૧૭૫ક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ અગાઉ બોલાવેલી વિપક્ષની બેઠકમાં હાજર નહી રહેનાર તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ મંગળવારની બેઠકમાં હાજર રહ્યા હતા.

પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે સંસદમાં ચર્ચા અને સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ તપાસની માગણી મુદ્દે વિપક્ષના હોબાળાના કારણે ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહની કામગીરી વારંવાર ખોરવાઇ ગઇ છે. એવા સમયમાં રાહુલ ગાંધીએ મંગળવારે આ બેઠક બોલાવી હતી.

આ બેઠક પછી વિપક્ષના નેતાઓએ પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારા અને મોંઘવારીના વિરોધમાં કોન્સ્ટિટ્યુશન ક્લબથી સંસદ ભવન સુધી સાઈકલ યાત્રા કાઢી હતી, એમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ જોડાવા હતા. જે નેતાઓ સાઈકલ યાત્રામાં નહોતા જોડાયા તેઓ પગપાળા જ સંસદ ભવન પહોંચ્યા હતા. જો કે, સરકારે સંસદમાં પેગાસસ જાસૂસી વિવાદને કોઈ મુદ્દો જ ગણાવ્યો નથી.

અને તે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા માગતી નથી તેમ સરકારે કહ્યું હતું. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, સરકારમાં કોઈ આપણું સાંભળતું નથી. તેથી આપણે એક થવાનો નિર્ણય કરવો પડશે. વિપક્ષ એક હશે તો આપણે અવાજ ઉઠાવી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *