15 ઓગસ્ટે ભાજપના વરિષ્ઠ નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ચીમકી, વીડિયો ગુજરાતના નેતાનો હોવાની ચર્ચા…

ગુજરાતમાં આવતાં વર્ષે આવી રહેલી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી ભાજપે શરૂ કરી દીધી છે અને સરકાર તેના જ ભાગ રૂપે હાલ પાંચ વર્ષની પૂર્ણાહુતિની ઉજવણી કરી રહી છે. જેમાં 1 થી 9 ઓગસ્ટ સુધી દરરોજ અલગ-અલગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

બુધવારે જ્યારે આ ઉજવણી અંતર્ગત નારી ગૌરવ દિવસની ઉજવણી રંગેચંગે કરવા જઇ રહી છે, ત્યારે આ રંગમાં ભંગ પડે તેવી જાહેરાત થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મઘા પટેલે કરી છે. કે તેઓ ભાજપના ઉત્તર ગુજરાતના એક મોટા નેતાની અશ્લીલ વીડિયો વાઇરલ કરશે.

મધા પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું છે કે, 15 ઓગસ્ટે 12-39ના વિજય મુહૂર્ત સમયે તે આ વીડિયો જાહેર કરશે. આ વીડિયોમાંથી બનાવેલો એક ફોટોગ્રાફ પણ તેમણે આ જાહેરાત સાથેની પોસ્ટમાં મુક્યો છે. જેમાં નેતા કોઇ યુવતીની બાહોપાશમાં છે પરંતુ તેમનો ચહેરો દેખાતો નથી.

સાડા ચાર મિનિટના આ વીડિયો પૈકી એક મિનિટનો ભાગ તેમાં હશે અને આ વીડિયો 2017ની સાલમાં પાલનપુર સર્કિટ હાઉસમાં ઉતાર્યો હોવાનો વાત તેમણે કહી છે.આ વીડિયોની સત્યતાની ખરાઇ પણ તેમણે કરી હોવાનો દાવો કર્યો છે.

ભાજપના સૂત્રો જણાવે છે કે, ભાજપના જ નેતાએ આ વીડિયો તૈયાર કરાવ્યો છે. આ માટે સર્કિટ હાઉસમાં કેમેરા અને યુવતી મોકલવાની તજવીજ પણ તેમણે જ કરી હતી. વીડિયોમાં સામેલ નેતાને ચૂંટણીની ટિકિટ ન મળે તેવા આશયથી આ વીડિયો તૈયાર કરાયો હતો પરંતુ કોઇ કારણસ૨ આ વીડિયો જાહેર કરાયો ન હતો. જો કે ભાજપના જ વર્તુળોમાં આ વીડિયો છેલ્લાં એક માસથી ફરી રહ્યો છે.

અગાઉ ભાજપના સંગઠન મહામંત્રી રહી ચૂકેલા સંજય જોષીનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયો હતો. આ ઉપરાંત કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનું નામ પણ આવા વીડિયોમાં ઢસડાયું હતું. યુવતીઓ સાથેના સંબંધો માટે ભાજપની રાજનીતિમાં ‘મીઠી ખારેક’ નામનો શબ્દ પ્રચલિત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *