આપ નેતા મહેશ સવાણી સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ, આ છે તેની પાછળનું કારણ…

આમ આદમી પાર્ટીના મહેશ સવાણીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ગુજરાતમાં વાવાઝોડાને બે મહિના થવા છતાં ગુજરાતની કોઈ વ્યવસ્થા ન થતા લોકો ખુદ બન્યા આત્મનિર્ભર વીજળી માટે થાંભલાઓની વ્યવસ્થા કરી ગુજરાત મોડલ ડિજિટલ ઇન્ડિયા.

આપના મહેશ સવાણીની આ પોસ્ટ બાદ તે સોશિયલ મીડિયા પર તે હાલ ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. કારણકે તેમને ફોટો પાકિસ્તાનના સિંધ પ્રદેશનો આત્મનિર્ભર ગુજરાત કરીને મૂક્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ શરૂ થતાં આખરે આ પોસ્ટ ડીલીટ કરી નાખવામાં આવી હતી.

આ ફોટો પાકિસ્તાનના પત્રકારે થોડા દિવસ પહેલા ટ્વીટર પર મૂક્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સિંધ સરકારે પ્રાચીન તકનીકી થી સસ્તા વીજ થાંભલા મુક્યા છે. પાકિસ્તાનના પત્રકારે થોડા દિવસો પહેલા ટ્વીટર પર સિંધ સરકારે વીજળીના સસ્તા થાંભલા મુકયા હોવાની પોસ્ટ મૂકી હતી.

મહેશ સવાણીની આ પોસ્ટ બાદ ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયુ છે. આ પોસ્ટને લઇ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એ પોસ્ટ કરતા કહ્યું કે, મહેશ સવાણી તમે આ પાકિસ્તાનનાનો ફોટો ગુજરાતનો બતાવી સત્તા લાલચ માટે તમે આટલી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવા કરતા મહેશ સવાણી થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારબાદ તે સૌરાષ્ટ્રમાં ચાલી રહેલી જન સંવેદન યાત્રામાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *