મોટા સમાચાર : રાષ્ટ્રપતિ ગની અફઘાનિસ્તાનથી ભાગીને આ દેશમાં પરિવાર સાથે પહોંચી ગયા છે…

કાબુલના એક સ્થાનિક અખબાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અશરફ ગની કાબુલ છોડ્યા બાદ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં છે. જ્યારે અમુક માહિતી મુજબ રાષ્ટ્રપતિ ગની તઝાકિસ્તાનથી ઓમાન ગયા છે. પરંતુ હવે આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે અને સ્પષ્ટ થયું છે કે, અશરફ ગની અબુધાબીમાં છે.

UAE સરકારે કહ્યું કે, માનવતાના ધોરણોને જોતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારજનોને શરણ આપવામાં આવેલ છે. જો કે, અબુધાબીમાં તેઓ કયા સ્થળે છે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી આપવામાં આવેલી નથી.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ગત શનિવારે જણાવ્યું હતું કે, તેઓ 20 વર્ષની સિદ્ધિઓ બેકાર જવા નહીં દે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તાલિબાનના હુમલા વચ્ચે વાર્તાલાપ ચાલુ છે. તે ટેલિવિઝનના માધ્મમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને સેનાને એકજૂટ થવાની વાત પણ કરી હતી.

જો કે, બીજા જ દિવસે રવિવારે કાબુલ તાલિબાનોના હાથમાં આવી જતાં ગની દેશ છોડીની ભાગ્યા હતા. અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને પાઠવેલા સંદેશમાં જણાવ્યું કે અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફજલ મહમદૂ ફાઝલીની જાહેર સંપત્તિને હડપ કરી લેવાના આરોપસર ઝડપી લેવા જોઈએ જેથી કરીને ગની હડપ કરેલી સંપત્તિ અફઘાનિસ્તાનને મળી શકે.

દૂતાવાસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અશરફ ગની અને તેના સહયોગીઓ દેશમાંથી પૈસા લેતા આવ્યા છે. ભાગી ગયા છે, તેથી તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. અફઘાન દૂતાવાસે નયાશરાફ ગની, હમદલ્લાહ મોહેબ અને ફઝલ મહેબૂદ ફાઝીલની ધરપકડ કરવા અપીલ કરી હતી.

અશરફ ગનીએ તેમની સાથે અનેક કાર અને હેલિકોપ્ટરમાં પૈસા લીધા હતા. આ આક્ષેપોની વચ્ચે એ પણ બહાર આવ્યું કે અશરફ ગનીને તાજિકિસ્તાનમાં ઉતરવાની મંજૂરી નથી, તેથી તે હાલમાં કતારમાં રહે છે અને ટૂંક સમયમાં અમેરિકા જઈ શકે છે.

તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાનના દૂતાવાસમાં ફેરફારો દેખાવા લાગ્યા છે. અહીં અશરફ ગનીનું ચિત્ર હટાવી દેવામાં આવ્યું છે અને પોતાને કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવતા અમરૂલ્લાહ સાલેહની તસવીર બદલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *