અહીં ડીમોલેશન મુદ્દે કાઢવામાં આવેલી રેલી બાદ બે મહિલા આગેવાન બાખડી પડી હતી, બંનેએ એકાબીજાને લાફા પણ ઝીંક્યા હતા…
ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાન બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે, કોંગ્રેસના નેતાએ બંને મહિલા આગેવાનને શાંત કરી મામલો થાળે પાડ્યો હતો.
કંસારા સજીવીકરણમાં દબાણ હટાવવા મુદ્દે કોંગ્રેસ દ્વારા કાઢેલી રેલી બાદ કોર્પોરેશનની સામે રોડ પર શહેર કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મહિલા પ્રમુખ વચ્ચે જાહેરમાં છુટા હાથની મારામારી સર્જાઈ હતી. પૂર્વ મેયરને તો બે લાફા પણ ઝીંકી દીધા હતા.
ભાવનગરમાં કોંગ્રેસનો કાફલો કંસારા ડીમોલેશન મામલે મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કોંગ્રેસની બે મહિલા આગેવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના પૂર્વ મેયર પારુલ ત્રીવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બંને મહિલા આગેવાનોએ એકબીજાના કાઠલા પકડી લીધા હતા.
આ ઘટના બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આગેવાનો વચ્ચે લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઇને વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મનપાના ઘેરાવ દરમિયાન આ બંને મહિલા આગેવાનો કોઈ કારણસર બાખડી પડ્યા હતા. જો કે, કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયાએ બંને મહિલા આગેવાનને જુદા પાડ્યા અને મામલો શાંત પાડ્યો હતો.
ત્યારે ઝપાઝપી દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા થઈ હતી. ઈજા થવાને કારણે પૂર્વ મેયરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પારૂલબેન ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવેદનપત્ર પાઢવી મીડિયા સમક્ષ મંતવ્ય રજૂ કરવા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નીતાબેન રાઢોડને આગળ આવવા કહેતા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ દર્શનાબેન જોષીએ મને કેમ ના બોલાવી કહી પારૂલબેન સાથે ગાળા ગાળી કરી ઉપરા ઉપરી બે લાફા ચોડી દીધા. સામે પારૂલબેને પણ હાથાપાઇ કરી હતી.