મહિલાઓને દર મહિને મળશે 4 હજાર રૂપિયા, જાણો કોણે કરી જાહેરાત અને કઈ રીતે કરી શકશો એપ્લાય…
યૂપી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બેંક સખી યોજના અંતર્ગત દરેક મહિલાને 6 મહિના સુધી 4000 રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં મહિલાઓને રોજગારી પણ આપવામાં આવશે. યૂપી સરકાર દ્વારા હાલમાં જ બેંક સખી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આજના સમયમાં મોંઘવારી વધવાને કારણે દરેક લોકો પૈસાની તંગી અનુભવે છે. પરંતુ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર ઉપરાંત હવે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આજે આપણે આ લેખમાં રાજ્ય સરકાર તરફથી ચાલતી એક ખાસ યોજના વિશે વાત કરવાના છીએ.
આ યોજનામાં મહિલાઓને 6 મહિના સુધી સતત 4 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓ પાસે કોઈ ખાસ સ્કીલ હોવી જરૂરી નથી. તો ચાલો જાણીએ કોને અને કેવી રીતે આ યોજનાનો લાભ મળશે.
આ યોજનાનું નામ બેન્કિંગ સખી છે. આ યોજનામાં દર મહિને મહિલાઓને 4000 રૂપિયા આપવામાં આવે છે. તેની સાથે તેને નોકરીની સુવિધા પણ આપવામાં આવે છે. આ મહિલાઓને ડિજીટલ ડિવાઈસ ખરીદવા માટે અલગથી 50,000 રૂપિયા આપવામાં આવે છે.
સખી યોજનાનો લાભ લેવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને BC Sakhi એપને ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેને ઓપન કરી તેમાં ફોન નંબર નોંધીને તેને રજીસ્ટર કરવાનો રહેશે. પછી જનરલ પ્રોફાઈલ પર ક્લિક કરી માંગેલી માહિતી ભરવાની રહેશે. ત્યાર પછી સબમિટના બટન પર ક્લિક કરો.
આ યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 મે 2020ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાના આધારે ગામની મહિલાઓ બેંક સાથે પૈસાની લેવડ-દેવડ કરી શકશે. આ યોજનામાં અત્યાર સુધી હજારો મહિલાઓ જોડાઈ છે અને તે આ યોજનાનો લાભ લઇ રહી છે.