શું ફરી થશે લોકડાઉન ? અહીં ધોરણ 1 થી 9 અને 11ની શાળાઓ બંધ કરવા આદેશ…

દેશમાં કોરોનાનો ખતરો સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1700 ઓમિક્રોન કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 639 લોકોને સજા કરવામાં આવ્યા છે. પહેલી અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

કોરોનાના કેસો વધતાની સાથે જ સોમવારથી 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ થયું છે. રાષ્ટ્રીય સ્તરે પોઝિટિવિટી દર 1.68 ટકા થયો છે. ત્રીજી લહેરની શરૂઆતમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં જ કેસમાં વધારો થતો હતો પરંતુ હાલની પરિસ્થિતિમાં તમામ રાજ્યમાં સતત કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

કોરોનાના કેસો વધવાની સાથે જ ઘણા રાજ્યોમાં કડક નિયંત્રણો અમલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોમાં પોઝિટિવિટી રેટ પણ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના પગલે વિકટ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે તેને જોતાં દેશની રાજધાનીમાં ત્રીજી લહેરના એંધાણ જોવા મળી રહ્યા છે.

કોરોના ચેપ અને વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને ધોરણ 10 અને 12 સિવાયના તમામ વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનું સૂચન કર્યું છે. શાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલી અને બીજી લહેરને ધ્યાનમાં રાખીને કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ભારત દેશમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને સૌપ્રથમ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના કેસો સતત વધવાને કારણે મુંબઇએ ફરી એકવાર લોકડાઉન તરફ પ્રથમ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે. તાજેતરમાં કોરોનાના કેસ ડબલ થવાનો રેટ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દરેક લોકોને માસ્ક ફરજીયાત પહેરવા સૂચન કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં કડક નિયંત્રણો ભવિષ્યમાં લાગુ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *