અફઘાનિસ્તાનના આ લોકોને ભારતમાં આશરો અપાશે : પીએમ મોદી

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને પીએમ નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી, આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ પીએમ મોદીએ કહ્યું કે, ભારત આવતા દરેક અલ્પસંખ્યકની મદદ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓને આગામી દિવસોમાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે તમામ આવશ્યક ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારતને માત્ર પોતાના નાગરિકોની રક્ષા કરવી જોઈએ, પરંતુ અમે તે શીખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ આશરો આપશે જે ભારત આવવા માગે છે. આ ઉપરાંત તેમને કહ્યું કે, અમે દરેક સંભવ મદદ કરીશું. તેમજ મદદ માટે ભારત તરફ જોતા આપણા અફઘાન ભાઈઓ અને બહેનોની પણ મદદ કરવી જોઈએ.

આ બેઠકમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા. NSA અજીત ડોભાલ દ્વારા અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પ્રાદેશિક રાજકારણ, રાજદ્વારી સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે એક નિવેદનમાં કહ્યું છે કે, તમામ મહત્વના દેશો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે દરેક સંભવ મદદ કરીશું.

અલબત અશરફ ગનીએ દેશ છોડ્યો ત્યારબાદ એ બાબત સ્પષ્ટ નથી કે નવી સરકારનું સ્વરૂપ કેવું હશે. બીજી બાજુ ભારતના લોકો કે જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે તેને બહાર કાઢવા માટે ભારત સતત પ્રયત્ન કરી રહ્યું છે. આજે ભારતીય વાયુસેનાનું વિમાન 150 ભારતીયોને લઈ દેશ પરત ફર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *