માતા-પિતા અને વૃદ્ધ લોકોને મળશે 10 હજાર રૂપિયાની સહાય, મોદી સરકારે લાવી રહી છે નવો નિયમ…

માતા-પિતા અને વૃદ્ધોની દેખરેખ રાખવા માટે મોદી સરકાર એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. જોવા જઈએ તો, મેંટનેસ અને વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન બિલ 2019 પર ચોમાસું સત્રમાં નિર્ણય લેવાઈ શકે છે.

ચોમાસું સત્રની શરૂઆત થઈ ગઈ છે. વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન બિલ 2019 કેન્દ્રના એજન્ડામાં ઘણા લાંબા સમયથી હતું. ચોમાસું સત્રની શરૂઆતમાં જ કેન્દ્ર આ બિલને લાવવા માગતી હતી.

આ નિયમ વર્ષ 2019માં પસાર કરવામાં આવ્યો હતો. વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન બિલને ડિસેમ્બર 2019માં કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય હતું માતા-પિતા અને વૃદ્ધોનો ત્યાગ કરતા અટકાવવાનો છે.

બિલમાં માતા-પિતા અને વૃદ્ધની જાણકારી અને કલ્યાણની મૂળભૂત જરૂરીયાતો, સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ સંસદમાં રજુ થાય તે પહેલા તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાવાયરસની બે વિનાશક લહેરોને પગલે આ ખરડો વર્તમાન સત્રમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવે તો માતા-પિતા અને વૃદ્ધોને વધુ સુરક્ષા મળશે. તો ચાલો જોઈએ આ નિયમથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી વિશે.

વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન બિલ કેબિનેટે ડિસેમ્બર 2019માં બાળકોના ક્ષેત્રમાં વધારો કર્યો છે. આમાં બાળકો, પૌત્રોનો સમાવેશ થાય છે. સાવકા બાળકો, દત્તક લીધેલા બાળકો અને સગીર બાળકોના વાલીઓને પણ આ બિલમાં શામેલ કરવામાં આવ્યા છે.

જો આ બિલ કાયદો બની જાય તો માતાપિતા દ્વારા ભરણપોષણ તરીકે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. જાળવણીના પૈસા ચૂકવવાનો સમય પણ 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *