તાલીબાનોએ મહિલા માટે બનાવ્યા આ 10 નિયમો, જેનાથી મહિલાઓની જીંદગી બની જશે નર્ક…

વર્ષ 2001માં જ્યારે અફઘાનિસ્તાન પર તાલીબાનનું શાસન હતું. ત્યારે મહિલાઓએ ખૂબ જ સહન કર્યું હતું. હવેથી ફરીથી રોજબરોજના જીવનમાં મહિલાઓએ તેમના નિયમ અનુસાર રહેવું પડશે. આગામી સમયમાં તેના નિયમો અનુસાર રહેવું પડશે.

તાલીબાનના મહિલાઓ માટે ના 10 નિયમો, જેનાથી મહિલાઓની જીંદગી નર્ક બની જશે.

મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર નીકળી નહીં શકે. મહિલાઓ બહાર નીકળે તો તેમણે બુરખો પહેરવો જ પડશે.

મહિલાઓ આવી છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી નહી શકે. સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ ન આવવો જોઈએ.

ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરેલો હોવો જોઈએ, જેથી ધરની અંદરની મહિલાઓ જોવા ન મળે. મહિલાઓ ફોટોઝ ન પડાવી શકે, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તકો અને ઘરમાં લગાવેલ ન હોવા જોઈએ.

કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં આવે. મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર ન દેખાવી જોઈએ.

કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ નહી લઈ શકે. મહિલાઓ નેઈલ પેઈન્ટ નહીં લગાવી શકે અને તેમની મરજી અનુસાર લગ્ન નહી કરી શકે.

તાલીબાન તેમની બર્બર સજાઓ માટે ખૂબ જ કુખ્યાત છે. મહિલાઓ માટે બનાવવામાં આવેલ નિયમને તોડવામાં આવશે તો તે વ્યક્તિને ક્રૂર સજા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *