ટોચના વૈજ્ઞાનિકનું મોટું નિવેદન : ભારતમાં આ તારીખથી થઈ શરૂ થઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર…

કોરોનાની બીજી લહેર હજી શાંત થઈ જ છે કે કોરોનાની ત્રીજી લહેર વિશે ટોચના વૈજ્ઞાનિકે મોટો દાવો કર્યો છે. હૈદરાબાદના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો.વિપિન શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, આ તારણ 461 દિવસના વિશ્લેષણના આધારે આપવામાં આવ્યું છે.

ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર 4 જુલાઈથી જ આવી ચૂકી છે. તો શું કોરોનાની ત્રીજી લહેર દેશમાં આવી ચૂકી છે. આ સવાલનો જવાબ આપતા હૈદરાબાદના વૈજ્ઞાનિકે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. તેની શરૂઆત 4 જુલાઈથી જ થઈ ગઈ છે.

હૈદરાબાદના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો.વિપિન શ્રીવાસ્તવ છેલ્લા 15 મહિનાથી સંક્રમણના આંકડા પર અને મૃત્યુ દર પર વિશ્લેષણ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ભારતમાં 4 જુલાઈથી જ કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર અને વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવે કહ્યું કે 4 જુલાઈ થી જ કોરોના સંક્રમણ નવા કેસો અને મૃત્યુદરે ઇશારો કરી દીધો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા જેવું રહ્યું છે.

કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી મહિનામાં આવી હતી. ત્યારબાદ એપ્રિલ મહિનામાં તે ચરમસીમા પર પહોંચી ગઈ હતી. હવે ફરી એક વખત ભારતના વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર 4 જુલાઈથી ભારતમાં આવી ચૂકી છે. આ તારણ તેમણે 461 દિવસના વિશ્લેષણના આધારે આપ્યું છે.

461 દિવસના વિશ્લેષણના આધારે તેમણે એક મેટ્રિક્સ તૈયાર કરેલ છે. તે મુજબ ત્રીજી લહેર 4 જુલાઈના રોજ આવી ચૂકી છે. આ માટે તેમણે “ડેઇલી ડેથ લોડ” DDL એવું નામ પણ આપ્યું છે. કોરોનાથી બચવાનું સૌથી મોટું સાધન એ વેક્સિનેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *