મોટો ખુલાસો : મોડલને નશીલી દવાઓ પીવડાવીને બનાવવામાં આવતી હતી પોર્ન ફિલ્મ, જો મોડલ કામ કરવાની ના પાડે તો…

ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ અનેક સનસનાટીભર્યા ધટસ્ફોટ થઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ મહિના સુધી આ કેસની તપાસ કરી હતી. ત્યારબાદ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોર્ન ફિલ્મ બનાવનાર લોકોના માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા માગતી હતી. આ દરમિયાન રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, 20 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટ્રેસને ટાર્ગેટ કરવામાં આવતી હતી.ને ટાર્ગેટ કરવામાં આવતી હતી. તેને કોન્ટ્રાક્ટની જાળમાં ફસાવીને ફિલ્મમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. રાજ કુન્દ્રા વિરુદ્ધ 4 ફેબ્રુઆરી 2021ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ પાસે કોઈ પુરાવા ન હોવાને કારણે તેણે ફેબ્રુઆરીથી જુલાઈ સુધી પર્યાપ્ત પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ રાજ કુન્દ્રા ની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ઓફિસમાંથી એકાઉન્ટ સીટ, વોટ્સએપ ચેટ તથા પોર્નગ્રાફી ક્લિપ મળી આવી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પાંચ મહિનાની તપાસમાં જાણવા મળ્યું છે કે, પોર્ન ફિલ્મ રેકેટનો માસ્ટરમાઈન્ડ રાજ કુન્દ્રા જ છે. આ ફિલ્મ બનાવવા માટે 20 થી 22 વર્ષની સ્ટ્રગલિંગ એક્ટ્રેસને ટાર્ગેટ કરવામાં આવતી હતી. શૂટીંગ પહેલા તેની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવવામાં આવતો હતો. પોતાની મરજીથી ફિલ્મ છોડે તો કેસ કરવાનો કલોઝ રાખવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, એક કલાકારને દિવસના 30 થી 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ ઉપરાંત આ શૂટિંગ જે બંગલામાં કરવામાં આવતું હતું. તેનું એક દિવસનું ભાડું 20 હજાર રૂપિયા હતું.

બંગલાના માલિકે પોલીસને જણાવ્યું કે, ભોજપુરી તથા મરાઠી ફિલ્મના શૂટિંગના નામે બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. પરંતુ શૂટિંગ દરમિયાન બંગલાના માલિક તથા અન્ય કર્મચારીઓને બંગલામાં રહેવા દેવામાં આવતા નહીં. શૂટિંગ શરૂ થાય તે પહેલા બંગલાને ચારેબાજુ વાદળી રંગના પડદાથી કવર કરવામાં આવતો હતો.

એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસના નિવેદન મુજબ, શૂટિંગ દરમિયાન નશાયુક્ત કોલ્ડ્રીંક પીવડાવવામાં આવતી હતી. જો કોઈ મોડેલ બોલ્ડ સીન કરવાની ના પાડે તો તેને ધમકાવવામાં આવતી હતી. આ ઉપરાંત ઓડિશન દરમિયાન કપડાં કાઢવાનું પણ કહેવામાં આવતું હતું.

અન્ય એક મોડેલ ના નિવેદન મુજબ, તેણે શૂટિંગનો વિરોધ કર્યો તો પહેલા તેને ધમકાવવામાં આવી હતી અને પછી નશાયુક્ત કોલ્ડ્રીંક પીવડાવીને જબરદસ્તી ફિલ્મનું શૂટિંગ કરાવ્યું હતું. આ મોડેલને એક મહિના પછી ખબર પડી કે તેની પોર્ન ફિલ્મ બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *