યુવક એટીએમમાં પૈસા ઉપાડવા ગયો અને ક્રેન વાળા આવી ગયા ને પછી…

આ ઘટના સુરતના કતારગામ વિસ્તાર માંથી સામે આવી છે. કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે યુવકની બાઈક ટોઈંગ કરવાતા હોબાળો મચ્યો હતો. બાઈક લઈ જવાના મામલે યુવક અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. યુવકે બાઈક છોડવા મામલે ઘણી આજીજી કરી પરંતુ પોલીસે તેની એક પણ વાત ન માની.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો યુવક એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. ત્યારે પાછળથી ક્રેન વાળા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવકની બાઇક પર કબજો મેળવ્યો હતો. ત્યાર બાદ યુવક દ્વારા ક્રેન વાળાને ઘણી આજીજી કરવામાં આવી. પરંતુ તેની વાત ન માનતા તે યુવક રસ્તા પર સુઈ ગયો હતો.

પોલીસની સાથે યુવકનું આવું વર્તન જોઈ લોકોનું ટોળું એકઠું થયું હતું. પોલીસે જ્યારે બળજબરીપૂર્વક યુવકને ઉભો કર્યો ત્યારે અહીં એકત્રિત થયેલા લોકોએ હુડિયો બોલાવ્યો હતો. લોકો ભેગા થવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાઈક પરત ન કરતા યુવક અને પોલીસ વચ્ચે મોટી માથાકૂટ ચાલી હતી.

પોલીસે યુવકને મહા મહેનતે ઊભો કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહીના અંતે પોલીસે યુવકને ટોઇંગ વાનની સામેથી હટાવવામાં આવ્યો હતો. દરરોજ ઘણી બધી ઘટનાઓ ટોઇંગ ક્રેનને લગતી બનતી હોય છે. સુરતના કતારગામ ઉપરાંત વરાછા વિસ્તારમાં પણ આવી ઘટનાઓ વારંવાર સામે આવતી જ હોય છે.

કતારગામ વિસ્તારમાં બાઈક ટોઇંગ કરતા બબાલ થઈ હતી. યુવક પોલીસની ક્રેન આગળ સુઈ ગયો હતો. તેણે પોલીસને કહ્યું કે મારી પાસે દંડ ભરવા માટેના પૈસા નથી. તેથી તમે મારી બાઈક છોડી દો. યુવક બાઈક છોડવા માટે આજીજી કરતો રહ્યો. પરંતુ પોલીસે તેની એક પણ વાત માની ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *