ઇશાંત શર્મા અને અક્ષર પટેલને બહાર કરી આ બોલિંગ કોમ્બિનેશન સાથે ઉતરશે ભારતીય ટીમ…

ભારતીય ટીમ 26 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સીરીઝની પ્રથમ ટેસ્ટ સુપર સ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. ભારતીય ટીમે પોતાની પ્રેક્ટિસ મેચ શરૂ કરી દીધી છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે સિરીઝનો પ્રારંભ થશે.

આફ્રિકા પ્રવાસ પહેલાં જ ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. તેની સાથે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઇ છે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. આફ્રિકા સામેની ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ સુપર સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર હંમેશા ઝડપી બોલરનો દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ત્રણ કે ચાર નિષ્ણાંત ઝડપી બોલર સાથે મેચમાં પ્રવેશ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલી કેપ્ટન તરીકે પોતાની ટીમમાં બોલરોનું કોમ્બિનેશન કઇ રીતે પસંદ કરે છે.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરમાં રવિચંદ્રન અશ્વિનનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનું સ્થાન પણ પહેલેથી ફિક્સ છે. વિદેશી પ્રવાસ અને સ્ટેડિયમને ઘ્યાનમાં લેતા સ્પિનર બોલર અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. શાર્દુલ ઠાકુર વિદેશી પ્રવાસ માટે સારો સાબિત થયો છે.

આ ઉપરાંત અન્ય ખેલાડીની વાત કરીએ તો ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ આ બન્નેમાંથી કયા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે તે મહત્વનું છે. ઇશાંત શર્માની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી પોતાના ફોર્મમાં પરત ફર્યો નથી. આ ખેલાડી વધારે અનુભવ ધરાવે છે પરંતુ હાલમાં તે ખલનાયક સાબિત થઇ રહ્યો છે.

એક અન્ય ફાસ્ટ બોલર તરીકે ઇશાંત શર્માના સ્થાને મોહમ્મદ સિરાજની પસંદગી થઇ શકે છે. આ રીતે ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં મેદાને ઉતરશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આવી રીતે કોમ્બિનેશન કરીને પ્રથમ મેચમાં જ દબાણ ઊભું કરશે. આ ટેસ્ટ સીરીઝમાં ભારત વિજય મેળવીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *