37 વર્ષીય આ દિગ્ગજ ભારતીય ખેલાડીનું કરિયર સમાપ્ત થવાના આરે, ટૂંક સમયમાં કરશે નિવૃત્તિની જાહેરાત…

હાલમાં ક્રિકેટ દુનિયાની સૌથી વધુ રસપ્રદ રમત બની ગઇ છે. દેશ વિદેશના ખેલાડીઓ હાલમાં સારૂ પ્રદર્શન કરીને દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરતા હોય છે. દરેક યુવા ખેલાડીઓને પોતાના દેશની ટીમમાં સ્થાન બનવાનું સપનું હોય છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને દરેક ખેલાડીઓ પોતાના દેશની ટીમમાં પ્રવેશ કરતા હોય છે અને ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મ અને ઉંમર વધવાના કારણે નિવૃત્તિની જાહેરાત પણ કરે છે.

ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર જેવા ઘણા ખેલાડીઓએ ભારતીય ટીમને ઘણું બધું આપ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા બેટ્સમેનો મેદાનો પર ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય બેટ્સમેનોએ દુનિયાભરમાં સારૂ પ્રદર્શન કરીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઇનિંગની શરૂઆત કરતાં રોહિતે ટીમ ઇન્ડિયાને ઘણી મેચોમાં જીત અપાવી છે. આ ઉપરાંત તે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન કાયમી બનાવી ચુક્યો છે. આવી સ્થિતિમાં તેના કારણે ઘણા ખેલાડીઓની કારકિર્દી બરબાદ થઇ છે. આજે એક એવા ખેલાડીઓની વાત કરીએ કે જે ટૂંક સમયમાં નિવૃત્તિ લેવા જઇ રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય ટેસ્ટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં જોવા મળ્યો નથી. પોતાના ખરાબ પ્રદર્શનના કારણે હાલમાં તેનું સ્થાન રોહિત શર્મા અને મયંક અગ્રવાલ જેવા બેટ્સમેનોએ લીધું છે. 37 વર્ષીય આ ખેલાડી પાસે નિવૃત્તિ લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

મુરલી વિજયે તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 61 મેચો રમી છે. જેમાં 3981 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી પણ ફટકારી છે. તેને વન-ડે અને ટી-20 ક્રિકેટમાં વધુ તક મળી નથી. છેલ્લા ત્રણ વર્ષથી આ ખેલાડી ટીમની બહાર રહ્યો છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય પાસે નિવૃત્તિ લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. 37 વર્ષની ઉંમરે ઘણા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરતા હોય છે. ત્યારે આ ખેલાડી પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતા મુરલી વિજયની કારકિર્દી સમાપ્ત થઇ હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *