આ બે યુવા ખેલાડીઓનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા ગઇ છે. આ સિરીઝ જીતવી ભારત માટે ખૂબ જ જરૂરી છે કેમકે આફ્રિકાની ધરતી પર અત્યાર સુધીમાં ભારતે એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે થશે.
ભારતીય ક્રિકેટમાં પહેલેથી જ ટીમમાં સિલેક્ટ થવું મુશ્કેલ માનવામાં આવે છે. આ ઉપરાંત ટીમમાં ટકી રહેવું તે તેના કરતાં પણ વધારે મુશ્કેલ છે. કારણ કે ટીમની બહાર પણ ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે મજબૂત સ્પર્ધા આપી રહ્યા છે. ઘણા યુવા ખેલાડીઓ ભારતીય ટીમ સાથે દર વર્ષે જોડાતા હોય છે.
આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં જોઇએ તો ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. આજે એવા બે ખેલાડીની વાત કરીશું કે જેની કારકિર્દી મુશ્કેલીમાં હોવાનું મનાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયાના દરવાજા તેમના માટે લગભગ બંધ થઇ ગયા છે.
એક સમય હતો જ્યારે કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયાની સૌથી મજબૂત કડી માનવામાં આવતું હતો. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો છે. મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પછી આ ખેલાડીનું કારકિર્દી સમાપ્ત થવાના આરે છે. કુલદીપ યાદવની બોલિંગ હવે ઝાંખી પડી રહી છે. કુલદીપે અત્યાર સુધીમાં 23 ટી-20 ઇન્ટરનેશનલ માં 41 વિકેટ લીધી છે.
આવું કૌશલ્ય હોવા છતાં પણ યાદવ લાંબા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકયો નથી. આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન મનીષ પાંડે પણ છેલ્લા ઘણા સમયથી બહાર રહ્યો છે. મનીષ પાંડે તકની રાહ જોઇ રહ્યો છે. મનીષ પાંડેએ ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં 39 ટી-20 મેચ રમી છે અને 709 રન બનાવ્યા છે. ટીમ ઇન્ડિયામાં આ ખેલાડી સતત આવતો જતો રહ્યો છે. હવે લાગે છે કે તે ક્યારેય પરત ફરશે નહીં.
આ બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. ઘણા યુવા ખેલાડીઓની એન્ટ્રી થતા ખરાબ ફોર્મમાં ચાલી રહેલા આવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતું નથી. સાથે સાથે આઇપીએલમાંથી પણ ઘણા સિતારાઓ દર વર્ષે ઉભરી આવે છે. ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવું ઉપરાંત ટકી રહેવું ખૂબ જ અઘરું છે.