શ્રેયસ ઐયર નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે અમદાવાદની ટીમનો કેપ્ટન…

આઇપીએલ 2022 પહેલા જાન્યુઆરી મહિનામાં મેગા ઓક્શન યોજાશે. મેગા ઓક્શનની તારીખ બીસીસીઆઇ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં યોજાશે. તે પહેલા દરેક ટીમે પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ચોંકાવનારા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

આઇપીએલની જૂની આઠ ટીમોએ ઘણા બધા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરીને હરાજી પુલમાં ધકેલી દીધા છે. જેમાં હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ, રાશિદ ખાન શ્રેયસ ઐયર, ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પડતા મૂકવામાં આવ્યા છે. જૂની આઠ ટીમોએ કુલ 28 ખેલાડીઓને રિટેન કર્યા છે. બાકી રહેલા તમામ ખેલાડીઓની હરાજી મેગા ઓક્શનમાં થશે.

આઇપીએલ 2022માં 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. કારણકે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. આવી સ્થિતિમાં બંને નવી ટીમો આગામી 25 દિવસમાં હરાજી પુલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકશે. આ બંને નવી ટીમો આ ત્રણ ખેલાડીઓમાં પોતાની ટીમના સુકાનીને સામેલ કરવા માગશે.

મળતી માહિતી મુજબ કે.એલ.રાહુલ, રાશિદ ખાન અને યુજવેન્દ્ર ચહલ લખનઉની ટીમ સાથે જોડાવા જઇ રહ્યા છે. તેથી હવે અમદાવાદની ટીમના સુકાની પદ માટે શ્રેયસ ઐયર અને ડેવિડ વોર્નરનું નામ સામે આવ્યું છે. શ્રેયસ ઐયરને દિલ્હી કેપિટલ્સની ટીમે રિટેન કર્યો નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સ આ ઘાતક ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે.

જો દિલ્હી કેપિટલ આવું કરવામાં સફળ રહેશે તો નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદ ડેવિડ વોર્નરને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે અને તેને સુકાની પદ સોંપવામાં આવી શકે છે કારણ કે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલ 2016 નો ખિતાબ જીતી હતી. આ સિવાય એરોન ફિન્ચ, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા જેવા દિગ્ગજ ખેલાડીઓ અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે.

આઇપીએલમાં દર વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી યુવા ખેલાડીઓ આવીને જબરદસ્ત પ્રદર્શન કરતા હોય છે. આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. જેમાં ઘણા બધા યુવા ખેલાડીઓને આઇપીએલમાં રમાવાની તક મળી શકે છે. આઇપીએલ 2022 ઘણી રસપ્રદ રહેવાની છે કારણ કે ઘણા બધા યુવા ખેલાડીઓ આ વખતે આઇપીએલમાં રમતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *