આ દિગ્ગજ ખેલાડીઓ ત્રીજી ટેસ્ટમાંથી થશે બહાર, રાહુલ દ્રવિડે આપ્યા સંકેત…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકન ખેલાડીઓએ ભારતીય ટીમને હરાવી હતી. આ કારણોસર ભારત અને આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી સિરીઝ 1-1 થી બરાબર થઇ ગઇ છે. ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે.

આફ્રિકા સામે શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. આ ટેસ્ટ મેચમાં કોઇ પણ ટીમ જોખમ લેવા ઇચ્છશે નહીં. મેચ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ ઇલેવનને લઇને મનોમંથન શરૂ થઇ ગયું છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ મેચ જીતવા પ્રયત્ન કરશે.

આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ ખૂબ જ નિર્ણાયક હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ખેલાડીઓની ફેરબદલી થઇ શકે છે. ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડે મેચ શરૂ થાય તે પહેલાં જ સંકેત આપીને જણાવ્યું છે કે આ ખેલાડીઓ પોતાના ખરાબ ફોર્મના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે.

રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે રિષભ પંત ખુબ જ સકારાત્મક ખેલાડી છે. તે ખૂબજ આક્રમક બેટિંગ કરે છે. પરંતુ તેની આ શૈલી ઘણી વખત ટીમ ઇન્ડિયા માટે ભારે પડે છે. રિષભ પંત છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી તે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે. આવી સ્થિતિમાં અનુભવી વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા તેના સ્થાને કેપટાઉનમાં રમતો જોવા મળી શકે છે.

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના સ્થાને હનુમા વિહારીને તક મળી હતી. પરંતુ વિરાટ કોહલીની વાપસી થતાની સાથે જ હનુમાન વિહારી બહાર જઇ શકે છે. છેલ્લી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય ટીમ પૂરી તાકાત સાથે ઉતરવા ઇચ્છે છે. ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરીને આફ્રિકન ખેલાડીઓ પર શરૂઆતથી જ દબાણ બનાવવા ઇચ્છે છે.

મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. તે પોતાની ઓવરનો છેલ્લો પણ ફેંકી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. આફ્રિકા ધરતી પર ભારતીય ટીમ આજ સુધી એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. તેથી ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *