આફ્રિકા પ્રવાસની સાથે આ ત્રણ ખેલાડીઓનું ક્રિકેટ કરિયર પણ થશે સમાપ્ત…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ હવે એક વળાંક પર પહોંચી ગઇ છે. બંને ટીમો હાલમાં 1-1ની બરાબરથી ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. 11 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં શરૂ થશે. બન્ને ટીમ આ મેચ જીતવા માટે પૂરો પ્રયત્ન કરશે.

ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણતક છે. જો આ છેલ્લી મેચ જીતવામાં સફળ રહેશે તો 29 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતશે. આફ્રિકા સામેની સિરીઝમાં કોણ વિજેતા બનશે તે ત્રીજી ટેસ્ટ મેચ બાદ જ ખબર પડશે. પરંતુ હાલમાં કેટલાક ભારતીય ખેલાડીઓ એવા છે કે જે સાઉથ આફ્રિકા સામે તેમની છેલ્લી ટેસ્ટ મેચ રમતા જોવા મળી શકે છે.

સતત ખરાબ ફોર્મના કારણે ઘણા ખેલાડીઓ બહાર થઇ શકે છે. હવે સાઉથ આફ્રિકા સામેનો પ્રવાસ બે વર્ષ પછી યોજાશે અને ત્યાં સુધીમાં કેટલાક ખેલાડીઓ નિવૃત્ત થઇ ચૂક્યા હશે. ઘણા ખેલાડીઓ માટે આ સિરીઝ અંતિમ બની શકે છે. આપણે આજે એવા ત્રણ ખેલાડીઓ વિશે વાત કરીશું કે જેઓ આફ્રિકા સામે તેમની છેલ્લી ટેસ્ટ મેચ રમતા જોવા મળી શકે છે.

અજિંક્ય રહાણેની ઉંમર 33 વર્ષની છે અને તે અત્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉંમરે દરેક ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરતા હોય છે. ઘણા સમયથી તે ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેણે છેલ્લા એક વર્ષથી એક પણ સદી ફટકારી નથી. તેણે પોતાની છેલ્લી સદી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ફટકારી હતી. આવી પરિસ્થિતિમાં આફ્રિકા પ્રવાસ તેના માટે અંતિમ સાબિત થઇ શકે છે.

ત્યારબાદ વાત કરીએ તો 33 વર્ષીય ચેતેશ્વર પુજારા પોતાની જાતને સાબિત કરી શક્યો નથી. તેને ઘણીવાર તક આપવામાં આવી પરંતુ તેનું ફોર્મ પરત ફર્યું નહીં. હવે તેની વધતી જતી ઉંમર અને ડગમગતા ફોર્મના કારણે તે કહેવું મુશ્કેલ છે કે તે બે વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે કે નહીં. હાલમાં રમાતી સિરીઝ તેના માટે અંતિમ હોઇ શકે છે.

ભારતના ખૂબ જ અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પોતાના ખરાબ ફોર્મના કારણે છેલ્લા ઘણા સમયથી બહાર ગયો છે. હવે સિરાજની ઇજાને જોતા તેને ત્રીજી ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી શકે છે. પરંતુ કદાચ આ તેની છેલ્લી ટેસ્ટ મેચ હોઇ શકે છે. તેની ઉંમર જોતા એવું લાગે છે તે વધુમાં વધુ એક વર્ષ પછી નિવૃત્ત થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *