ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો, વિરાટનો આ ઘાતક બોલર ત્રીજી ટેસ્ટમાંથી થશે બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. બે મેચ બાદ ભારત હાલના તબક્કે સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. હવે સિરીઝની છેલ્લી મેચમાં બંને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો બની રહેશે. ભારતીય ટીમ દરેક સંજોગોમાં સિરીઝ જીતવા ઇચ્છે છે કારણકે આફ્રિકાની ધરતી પર આજ સુધી સિરીઝ જીતવામાં ટીમ ઇન્ડિયાએ ખાતું પણ ખોલ્યુ નથી.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર થયા હતા. આ ઉપરાંત પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. તેના સ્થાને રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાનો આ ઘાતક ખેલાડી ટીમમાંથી બહાર થઇ શકે છે. ત્રીજી અને અંતિમ મેચ ખૂબ જ નિર્ણાયક હોવાથી ભારતીય ટીમને મુશ્કેલીમાંથી પસાર થવું પડી શકે છે. આ પહેલા પણ ભારતના દિગ્ગજ ખેલાડીઓ બહાર થઇ ચુક્યા છે.

તમને જણાવી દઇએ કે ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને બીજી ટેસ્ટ મેચમાં સ્નાયુઓમાં ખેંચાણને કારણે બહાર થવું પડ્યું હતું. ત્યાર બાદ 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. તેના હાથના પગમાં થયેલી ઇજા ખૂબ જ ગંભીર લાગી રહી છે. આગામી દિવસોમાં તેનું સ્કેનિંગ કર્યા બાદ મુલ્યાંકન કરવામાં આવશે.

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે સિરાજ સંપૂર્ણ રીતે ફીટ નથી. બીજી મેચ દરમિયાન હેમસ્ટ્રીંગની ઇજાને કારણે સિરાજે સમગ્ર મેચમાં માત્ર 15.5 ઓવર ફેંકી હતી અને બીજા દાવમાં તે માત્ર 6 ઓવર જ ફેંકી શક્યો હતો. આવી સ્થિતિમાં તેનું બહાર થવું જરૂરી છે અને તેના સ્થાને કોઇ અન્ય ખેલાડીને સ્થાન આપવામાં આવશે.

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે મોહમ્મદ સિરાજ ઘણો મહત્વનો સાબિત થઇ શકે તેમ છે. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે સિરાજની જોડી ખૂબ જ અદભુત છે. આ ત્રણેય બોલરોએ ભારત માટે ઘણી મેચો જિતાડી છે. સિરાજના ન રમવાથી ઘણી બધી સમસ્યાઓ સર્જાઇ શકે છે. ભારતીય ટીમ માટે છેલ્લી મેચ જીતવી પણ ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *