આ યુવા ખેલાડી બન્યો કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન, શું ગંભીરની જેમ અપાવશે ટ્રોફી…

ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા યોજાયેલ મેગા ઓક્શન પૂર્ણ થયા પછી હવે તમામ ટીમોએ પોતપોતાની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તમામ ટીમો આ ટાઇટલ જીતવા માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે. આ વર્ષે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સહિત 10 ટીમો ટાઇટલ જીતવા માટે મેદાન પર ટકરાશે.

કોલકત્તા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો આ ટીમે પહેલાં ટોટલ ચાર ખેલાડીઓની જાળવી રાખ્યા હતા. આન્દ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર અને સુનિલ નારાયણ આ ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરીને આ ફ્રેન્ચાઇઝીએ ટોપ લેવલની ટીમ બનાવી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં રમનારી ટોટલ 10 ટીમોમાંથી ઘણી બધી ટીમોની વાત કરીએ તો દરેક ટીમો મેચ જીતવા માટે એક મજબૂત કેપ્ટન ખરીદવા ઇચ્છતા હતા. આવી સ્થિતિમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પણ પોતાની ટીમની કમાન સંભાળી શકે તેવો ખેલાડી શોધી રહી હતી. તાજેતરમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ દ્વારા ટ્વીટર મારફતે જણાવવામાં આવ્યું છે કે આ યુવા ખેલાડી અમારી ટીમનો કેપ્ટન રહેશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મેગા ઓક્શનમાં શ્રેયસ ઐયરને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તાજેતરમાં આ ખેલાડીને કેપ્ટન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. શ્રેયસ ઐયર અગાઉ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આઇપીએલમાં તેને કેપ્ટનશીપ કરવાનો ખૂબ જ ઉંડો અનુભવ છે.

હરાજી પહેલા એવી ચર્ચા ચાલતી હતી કે શ્રેયસ ઐયર બેંગ્લોરની ટીમ સાથે જોડાઇ શકે છે. પરંતુ હાલમાં તેને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા હરાજીમાં ખરીદવામાં આવ્યો છે અને ટીમની કમાન પણ તેના હાથમાં સોંપવામાં આવી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે બે વખત આઇપીએલનો ખિતાબ જીત્યો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો આ ટીમે સૌરવ ગાંગુલી, બ્રેન્ડન મેક્કુલમ, ગૌતમ ગંભીર, જેક્સ કાલીસ, દિનેશ કાર્તિક જેવા દિગ્ગજોને કેપ્ટનશીપની કમાન સોંપી હતી. આ વર્ષે શ્રેયસ ઐયરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં આ ખેલાડી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે અને આગામી સમયમાં ટીમ ઇન્ડિયાની કમાન પણ સંભાળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *