રાહુલ દ્રવિડે કહ્યું- યશસ્વીએ ભલે 214 રન બનાવ્યા પરંતુ આ ખેલાડી તેના કરતા 100 ગણો ઘાતક છે, હવે જીતાડશે વર્લ્ડ કપ…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. આ મેચનો ચોથો દિવસ ગઈકાલે પૂર્ણ થયો છે અને મેચ પર પૂર્ણ થઈ છે. ભારતે શાનદાર પ્રદર્શન કરીને આ મેચમાં 434 રને જીત મેળવી છે. ઇંગ્લેન્ડની ટીમને ફરી એક વખત કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય હેડકોચ રાહુલ દ્રવિડ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.

ત્રીજી મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ લાઇનમાં ઘણી મજબૂતાઈ જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો તેણે બીજા દાવમાં બેવડી સદી ફટકારી હતી. તેણે 236 બોલમાં 214 રન બનાવ્યા હતા. જેમાં 14 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. તેણે ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા છતાં પણ રાહુલ દ્રવિડે મેચ બાદ યશસ્વી કરતા પણ આ ખેલાડીને ઘાતક ગણાવ્યો છે.

રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે યશસ્વીએ 214 રન બનાવ્યા પરંતુ આ ખેલાડી તેના ઘાતક દેખાઈ રહ્યો છે. તેની બેટિંગમાં ઘણી ઊંડાઈ રહેલી છે. તેની પાસે અનુભવ પણ ઘણો છે. હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે ધમાલ મચાવી છે. ભવિષ્યમાં તેના કારણે મીડલ ઓર્ડરમાં ઘણો ફાયદો થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે તાજેતરમાં સરફરાજ ખાનના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે સરફરાજે પ્રથમ દાવમાં 62 રન બનાવ્યા હતા. તેનાં આઉટ થવાનાં કારણે બહાર થયો હતો. ત્યારબાદ બીજા દાવમાં તેણે તક મળતાની સાથે જ 68 રન બનાવ્યા હતા.તે નોટ આઉટ રહ્યો હતો. તેની બેટિંગ જોઈને તે મોટો સ્કોર બનાવશે તેવું લાગી રહ્યું છે. તેના કારણે વિરોધી ટીમમાં ઘણું દબાણ જોવા મળે છે.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે સરફરાજ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટા રેકોર્ડ બનાવી રહ્યો હતો. તક મળતાની સાથે જ તેણે હાલમાં ભારતીય ટીમને પણ ઘણી મદદ કરી છે.હવે આગામી સમયમાં તે કાયમી સ્થાન પણ બનાવી શકે છે. રોહિત શર્મા આગામી સમયમાં તેના ક્રમમાં મોટો ફેરફાર કરીને ઉપરના ક્રમ પર મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *