વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં આ ખતરનાક ખેલાડીએ ડેબ્યૂ કરીને મચાવી તબાહી…

તાજેતરમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ વન-ડે મેચોમાં વિજય મેળવીને સમગ્ર સિરીઝ પર ભવ્ય વિજય હાંસલ કર્યો છે. ત્યારબાદ હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં પ્રથમ મેચ 16 ફેબ્રુઆરી એટલે કે ગઇકાલે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે હરાવીને વિજય મેળવ્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા ભારતીય ટીમના નિયમિત કેપ્ટન બન્યા પછી તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. આ ઉપરાંત આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતીય ટીમમાં દરેક સિરીઝમાં એક ખેલાડીનું ડેબ્યૂ થતું હોય છે. કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં આ ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. તાજેતરમાં તે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ખેલાડી રવિ બિશ્નોઇને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. તકનો લાભ ઉઠાવીને આ યુવા ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું છે. આ ખેલાડી તેની ઘાતક બોલિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત થયો છે. તેણે આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં આઇપીએલમાં 23 મેચમાં 24 વિકેટો ઝડપી છે.

રવિ બિશ્નોઇ અત્યાર સુધી આઇપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. પરંતુ તાજેતરમાં તેને લખનઉ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા તેને ચાર કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ પહેલા પંજાબ કિંગ્સ દ્વારા તેને બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પંજાબ ટીમ તરફથી રમીને તેણે સારું પ્રદર્શન કર્યું હતું.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને એક મજબૂત પ્લેઇંગ ઇલેવન તૈયાર કરી રહ્યો છે, જેમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. રવિ બિશ્નોઇ છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મેળવવા માટે મહેનત કરી રહ્યો હતો. ઘણા લાંબા પરિશ્રમ બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. પ્રથમ મેચમાં જ તેણે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. તેના આ સારા પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *