પાકિસ્તાનના કારણે IPLમાંથી બહાર થયો આ ખતરનાક ખેલાડી, ટીમને થશે મોટું નુકસાન…
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની હરાજી બાદ તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે 200થી વધારે ખેલાડીઓ પર મોટી બોલી લાગી હતી. દરેક ટીમ દ્વારા મોટી બોલી લગાવીને ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. દિગ્ગજ ખેલાડીઓને ખરીદવા માટે ટીમો વચ્ચે મોટી લડાઇ જોવા મળી હતી.
ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એમ બે નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો વચ્ચે આ વર્ષે ટાઇટલ જીતવા માટે સ્પર્ધા જોવા મળશે. દરેક ટીમ ટાટા આઇપીએલ 2022 ટાઇટલ જીતવા માટે શરૂઆતથી જ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. અંડર-19 ટીમના ખેલાડીઓને પણ હરાજીમાં ખરીદવામાં આવ્યા છે.
આઇપીએલમાં ગયા વર્ષની 48 મેચોની સરખામણીમાં આ વર્ષે 74 જેટલી મેચો રમવાની છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની શરૂઆત માર્ચ-એપ્રિલ મહિનામાં થઇ શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના કારણે આ ઘાતક ખેલાડી આઇપીએલ રમી શકશે નહીં. જેના કારણે આઇપીએલ ફ્રેન્ચાઇઝીને પણ મોટો ઝટકો લાગી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
પાકિસ્તાન પ્રીમિયર લીગ હાલમાં પાકિસ્તાનમાં રમાઇ રહી છે. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સાથે સિરીઝ રમવાની છે. જેનું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન સાથે સિરીઝો રમવાની છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શરૂઆતની મેચોમાં હાજરી નોંધાવી શકશે નહીં.
આઇપીએલમાં ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓને ટીમો દ્વારા ખરીદવામાં આવ્યા છે. જેમાં ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, પેટ કમિન્સ, માર્ક્સ સ્ટોઇનીશ, જોશ હેઝલવુડ, મેથ્યુ વેડ, ડેનિયલ સેમ્સ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓને શરૂઆતની મેચમાં જોવા મળશે નહીં.
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝના કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલની શરૂઆતમાં જોડાશે નહીં. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દરેક ટીમમાં અગત્યનું સ્થાન ધરાવતા હોય છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલ તેના માટે ખૂબ જ અગત્યનો ખેલાડી છે. આવી સ્થિતિમાં જો તે શરૂઆતની મેચમાં નહીં રમે તો ટીમને હારનો સામનો કરવો પડી શકે છે અને સમગ્ર સિઝન પણ ખરાબ થઇ શકે છે.