શું તમને ખબર છે? ICC ટુર્નામેન્ટમાં નેટ-રનરેટ કઇ રીતે નક્કી કરવામાં આવે છે, જાણો અહીં વિગતે…

ક્રિકેટમાં જ્યારે પણ કોઇ મોટી ICC ટુર્નામેન્ટ હોય અથવા બે થી વધુ ટીમો સાથે રમી રહી હોય ત્યારે નેટ-રનરેટ ઘણીવાર મોટી ભૂમિકામાં આવે છે. અત્યારે ટી 20 વર્લ્ડ કપ દરમિયાન તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. તો ચાલો જોઇએ નેટ-રનરેટ કઇ રીતે નક્કી કરવામાં આવે છે.

કોઇપણ ટીમનો નેટ-રનરેટ કોઇપણ મેચમાં રમાયેલી તેની બંને ઇનિંગ્સ પર આધાર રાખે છે. એટલે કે બેટિંગ કરતી વખતે ઇનિંગ્સમાં કેટલી ઓવર રમાઇ, કેટલા રન બનાવ્યા અને બોલિંગ કરતી વખતે કેટલી ઓવરમાં કેટલા રન ગુમાવ્યા તેના આધારે નેટ-રનરેટ નક્કી કરવામાં આવે છે.

ત્યારે પહેલી ઇનિંગ્સમાંથી બીજી ઇનિંગ્સની સરેરાશને ઘટાડી દેવામાં આવે છે અને નેટ-રનરેટ નીકળે છે. જ્યારે મોટી ટુર્નામેન્ટમાં ક્વોલિફાય કરવા માટે જ્યારે બે ટીમોના પોઇન્ટ સરખા થતાં હોય છે ત્યારે નેટ-રનરેટના આધારે નક્કી કરવામાં આવતું હોય છે કે બે માંથી કઇ ટીમ આગળ વધશે. તો ચાલો જોઇએ મોટી ટુર્નામેન્ટમાં નેટ-રનરેટ કઇ રીતે નક્કી કરવામાં આવે છે.

કુલ બનાવેલ રન/કુલ રમાયેલી ઓવર-કુલ ગુમાવેલ રન/કુલ ફેંકવામાં આવેલી ઓવર= નેટ રનરેટ

ઉદાહરણ તરીકે કોઇ ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 120 રન બનાવ્યા અને પછી બોલિંગ કરતી વખતે 15 ઓવરમાં તમામ રન ગુમાવ્યા તો તેના કિસ્સામાં નેટ રનરેટ – 2.000 સુધી પહોંચી જશે. પરંતુ જો પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 120 રન બનાવ્યા અને પછી કોઇ ટીમે 20 ઓવરમાં માત્ર 100 રન જ આપ્યા તો તેની નેટ-રનરેટ + 1.000 થઇ જશે.

આ કોઇપણ એક ટીમની નેટ-રનરેટ થઇ, જ્યારે બંને ટીમોની નેટ-રનરેટ નક્કી કરવી હોય ત્યારે હારેલી ટીમનો નેટ-રનરેટ વિજેતા ટીમમાંથી ઘટાડી દેવો જોઇએ. કોઇ પણ મોટી ટુર્નામેન્ટમાં આ રીતે નેટ-રનરેટ નક્કી કરવામાં આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *