આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

ટી 20 વર્લ્ડકપ બાદ ભારતની ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ શરૂ થવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ શરૂ થતા પહેલા ભારત સામે ઘણા બધા મોટા પડકારો છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડકપ બાદ પોતાનું કેપ્ટન પદ છોડી દેવાના છે. આ ક્ષણોમાં નવા કેપ્ટન અંગે ચર્ચા કરવી એ પણ અગત્યનું છે.

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે ત્રણ ટેસ્ટ અને બે ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમવા આવશે. 17 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની શરૂઆત થશે. રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે આ સિરીઝમાં સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે.

ચેતન શર્માની આગેવાની હેઠળ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આઇપીએલમાં જોરદાર પ્રદર્શન પછી ઘણા બધા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશ મેળવી શકે તેમ છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ભારતીય ટીમ જાહેરાત થશે. તેની સાથે કેપ્ટન તરીકે પણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.

ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે ત્રણ ટી 20 ઇન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યું છે. પહેલી ટી 20 મેચ 17 નવેમ્બરના રોજ જયપુરમાં રમશે. તેના પછી 19 નવેમ્બરે રાંચી અને 21 નવેમ્બરે કોલકાતામાં બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્યારપછી પહેલી ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઇમાં રમાશે.

ભારતીય યુવા ખેલાડી વેંકટેશ ઐયરને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સ્થાન મળી શકે છે. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં તેણે ગઇ આઈપીએલમાં શાનદાર બેટિંગ કરી હતી. વેંકટેશે 10 મેચમાં 41.11 ની સરેરાશથી 370 રન બનાવ્યા હતા. ઐયરને એક ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવે છે કેમ કે તેણે ગઇ આઈપીએલ ત્રણ વિકેટ પણ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વેંકટેશ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ, આવેશ ખાન, ચહલ, કૃણાલ પંડ્યા જેવા યુવા ખેલાડીઓને સ્થાન મળી શકે છે. ટીમની પસંદગી ખેલાડીઓના પરફોર્મન્સના આધારે કરવામાં આવશે. વર્લ્ડકપમાં ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે ટીમની પસંદગી યોગ્ય રીતે થાય તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *