IND vs WI: વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ આ ઘાતક ખેલાડી થયો બહાર…
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને સતત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવા જઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ફરી એકવાર ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતો નજરે આવશે. સાઉથ આફ્રિકામાં મળેલી કારમી હાર બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ વનડે સિરીઝ જીતવાના પ્રયત્ન કરશે. રોહિત શર્માનું એવું માનવું છે કે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝને બંને સિરીઝમાં હરાવી શકે છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ઘાતક ખેલાડી ફિટનેસની સમસ્યાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થયો છે. આ ખેલાડી ઘણી વખત ટીમ માટે મેચવિનર પણ સાબિત થયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ વેસ્ટ ઇન્ડીઝનો આક્રમક બેટ્સમેન હેટમાયરને ફિટનેસની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. હેટમાયરને બહાર રાખી વેસ્ટ ઇન્ડીઝની ટીમે કિરોન પોલાર્ડની આગેવાની હેઠળ 16 સભ્યોની ટીમ પસંદ કરી છે. આ ટીમે પાંચ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડને પણ હરાવ્યું હતું.
વેસ્ટ ઇન્ડિઝના મુખ્ય કોચ ફિલ સિમોન્સે હેટમાયરની ફિટનેસ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ ખેલાડી હજુ પણ ફિટનેસના માપદંડોને પૂર્ણ કરી શક્યો નથી. આ કારણોસર તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. ભારત સામેની સિરીઝમાં આ ખેલાડીની કમી વર્તાઇ શકે છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. આફ્રિકા સામે કારમી હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ સિરીઝ જીતવા માટે એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે.