વિરાટ કોહલીના બહાર થવાથી આ ઘાતક ખેલાડી થયો ખુશ! નંબર 3 પર કરશે બેટિંગ…

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં પ્રથમ મેચ 6 વિકેટે અને બીજી મેચ 8 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતે સમગ્ર સિરીઝ પર કબજો મેળવ્યો છે. હવે 20 ફેબ્રુઆરીએ રમાનારી ત્રીજી ટી-20 મેચ જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવા ઇચ્છે છે. ત્રીજી ટી-20 મેચમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે.

તાજેતરના એક અહેવાલ પ્રમાણે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ત્રીજી ટી-20 મેચમાંથી બહાર થયો છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા આ ઘાતક ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી તાજેતરમાં બાયો બબલ છોડીને બ્રેક લઇને પોતાના ઘરે ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીને આરામ આપવામાં આવ્યો ન હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં વિરાટ કોહલી બહાર થવાના કારણે આ ઘાતક ખેલાડી તેનું સ્થાન લઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમમાં આવવા માટે તલપાપડ થઇ રહ્યો હતો. આવી સ્થિતિમાં આ ખેલાડી ત્રીજી ટી-20 મેચમાં વિરાટ કોહલીના સ્થાને મેદાને ઉતરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીના સ્થાને નંબર ત્રણ પર શ્રેયસ ઐયરને સ્થાન મળી શકે છે. કોહલીની જેમ તે પણ આક્રમક બેટિંગ કરવામાં માહેર છે. તેની પાસે લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા છે અને એક વાર લયમાં આવ્યા બાદ તે કોઇપણ બોલિંગ લાઇન અપને તોડી શકે છે. અત્યાર સુધીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં તેને રમવાની તક મળી નથી.

શ્રેયસ ઐયર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર બેટ્સમેન છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં 80 રન બનાવીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેની બેટિંગ જોઇને વિરોધી ટીમ ખતરામાં મુકાઇ જાય છે. ભારતીય ટીમ તેની પાસે ત્રીજી ટી-20 મેચમાં મોટી ઇનીંગની આશા રાખી રહી છે.

શ્રેયસ ઐયરે આઇપીએલમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેને તાજેતરમાં કેકેઆર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇપીએલમાં તેણે 87 મેચ રમીને 2375 રન બનાવ્યા છે. આગામી સમયમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ પણ સંભાળી શકે છે. આ ખેલાડી કેપ્ટનશીપમાં પણ ખૂબ ઊંડો અનુભવ ધરાવે છે. તાજેતરમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી કેકેઆરએ તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *