કોહલી-પંત બહાર થતા શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં આ બે ખેલાડીઓ થયા સામેલ…
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. જેમાં પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમે વિજય પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 બંને સિરીઝમાં જીત મેળવી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે.
હાલમાં બીસીસીઆઇ દ્વારા શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે બંનેને હાલમાં બાયો-બબલમાંથી બ્રેક આપવામાં આવ્યો છે. તેમના સ્થાને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતના બે દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રિષભ પંત બહાર થવાને કારણે ભારતીય ટીમમાં નબળાઇ જોવા મળી રહી છે. પરંતુ બીસીસીઆઇ દ્વારા તેમના સ્થાને આ બે ઘાતક ખેલાડીઓને સામેલ કરતા ફરી એકવાર ભારતીય ટીમ મજબૂત બની છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બહાર થવાના કારણે તેના સ્થાને સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડી પણ ઘણા લાંબા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશવા માટે તલપાપડ થઇ રહ્યો હતો. સંજુ સેમસન નંબર ત્રણ પર વનડાઉન બેટ્સમેન તરીકે ઉતરીને લાંબી ઇનિંગ રમી શકે છે.
શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં તેની વાપસી થઇ છે. આ ઉપરાંત તેને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ખેલાડી પરત ફરતા ટીમ ઇન્ડિયાનો વિશ્વાસ મજબૂત થયો છે.
શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમ હાલમાં ચાલી રહેલો જીતનો સિલસિલો ચાલુ રાખવા ઇચ્છે છે. આ ઉપરાંત રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર શ્રીલંકાને હરાવીને આ સિલસિલો ચાલુ રાખવા ઇચ્છે છે. ભારતીય ટીમ શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે.