શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ દિગ્ગજો થયા બહાર, જાણો કોણ બન્યો ટેસ્ટ કેપ્ટન…

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે. આ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણી ફેરબદલી જોવા મળી છે. અનુભવ ધરાવતા ખેલાડીઓને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ નિષ્ફળ જતા ફરીથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. હાલમાં શ્રીલંકા સામેની સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.

બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા દ્વારા સાંજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સિનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ટીમમાંથી રજા આપવામાં આવી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી બીસીસીઆઇ નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી હતી. પરંતુ તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદ કરવામાં આવી છે. આ સાથે જ રોહિત ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બન્યો છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમાન વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમારને સામેલ કરવામાં આવ્યા છે.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામેની સિરીઝમાં પણ જીતનો સિલસિલો ચાલુ રાખવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *