માર્ગદર્શક બનવા માટે ધોનીએ પૈસાની નહીં પરંતુ આ વસ્તુની કરી માંગણી, જાણીને તમને પણ થશે ગર્વ…

એપ્રિલ 2021 નું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ તરત જ 17 ઓક્ટોબરના રોજ ટી 20 વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે BCCI એ પહેલેથી જ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત કર્યા બાદ તેમાં એક બદલાવ પણ કરવામાં આવ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાને મેચ ફિનિશરનો રોલ આપવામાં આવ્યો છે.

આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી દર્શકોને બંને દેશો વચ્ચેના રોમાંચક મુકાબલો જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મેચની ટિકિટ માત્ર એક કલાકમાં વેચાઈ ગઈ હતી. ભારત પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ દુબઈ ખાતે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

આ વર્ષે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ટીમના માર્ગદર્શક તરીકે એમએસ ધોનીની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, ધોની આ સેવા માટે એક પણ રૂપિયો લેશે નહીં.

ટીમ ઇન્ડિયાએ ધોનીની આગેવાની હેઠળ વર્ષ 2007 માં એક માત્ર ટી-20 વર્લ્ડકપ જીત્યો છે. તેથી ધોનીનો અનુભવ કેપ્ટન વિરાટ કોહલી માટે ખુબ જ કામ આવશે અને તે પડદાની પાછળ રહીને ટીમ ઇન્ડિયા માટે રણનીતિ તૈયાર કરશે. આ સેવા બદલ ધોની એક પણ રૂપિયો લેશે નહીં પરંતુ ધોનીનું સપનું છે કે તે ભારતને બીજી વખત ટી-20 વર્લ્ડકપ જીતાડે.

ધોની એક મહાન કેપ્ટન છે. દુનિયા તેને કેપ્ટન કૂલના નામે ઓળખાય છે. ધોની ઈચ્છે છે કે માર્ગદર્શકના બદલામાં ભારતીય ટીમ વર્લ્ડકપની ટ્રોફી જીતીને દેશને મોટી ગિફ્ટ પ્રદાન કરે. જય શાહે આ વાત એક ટીવી ન્યુઝ ચેનલમાં કરી હતી. જે બાદ લોકોએ ધોનીની ખુબ જ પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *