માત્ર 2 રનના કારણે આ ઘાતક ખેલાડીને થયું 10 લાખનું નુકસાન, જાણો કઈ રીતે…

આઇપીએલની ફાઇનલ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનેથી હરાવીને ચોથી વખત આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલમાં બીજી સૌથી સફળ ફ્રેન્ચાઇઝી છે. તે અત્યાર સુધીમાં ચાર વખત આઇપીએલ ટાઇટલ પોતાના નામે કરી ચૂકી છે.

ફાઇનલ મેચ ની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નઇ સુપરકિંગ્સે 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જીત માટે કોલકાતા નાઈટ રાઈડર્સને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રનનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે જબરદસ્ત શરૂઆત કરી હતી. પહેલી વિકેટ માટે વેંકટેશ્વર અને શુભમન ગિલે 91 રન જોડ્યા હતા. પરંતુ ત્યારબાદ સતત વિકેટ ગુમાતા કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં માત્ર 165 રન બનાવી શકી હતી. આમ ચેન્નઇ સુપરકિંગ્સે 27 રનેથી આ મેચ જીતીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી સૌથી વધુ 86 રન ઓપનર ફાફ ડુ પ્લેસીએ બનાવ્યા હતા. જેમાં તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ બાદ પણ તે માત્ર 2 રનથી એક મોટું ઈનામ જીતવાથી ચૂકી ગયો હતો.

ફાફ ડુ પ્લેસીએ આઇપીએલ 2021 માં 16 મેચમાં 633 રન બનાવ્યા હતા, જેમાં તેના બેટેથી કેટલીક શાનદાર ઇનિંગો પણ જોવા મળી હતી. જો ડુ પ્લેસી ફાઇનલમાં વધુ 2 રન બનાવ્યા હોત તો તે ઓરેન્જ કેપ જીતી શક્યો હોત પરંતુ તે આવું કરી શક્યો ન હતો.

ચેન્નઇ સુપરકિંગ્સના તેમના સાથી ખેલાડી રુતુરાજ ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ મેળવી અને 10 લાખનું રોકડ પુરસ્કાર પણ જીત્યું હતું. જો કે, ડુ પ્લેસી આ પુરસ્કારને માત્ર 2 રનેથી ચૂકી ગયો હતો. પરંતુ ડુ પ્લેસીને ફાઇનલમાં 86 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *