આ બે યુવા ખેલાડીઓ જલ્દી લેશે રોહિત અને ધવનનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવા ઓપનર…

આઈપીએલ 2021 માં ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ચેન્નઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનેથી હરાવી ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે.

ફાઇનલ મેચ ભલે કોલકાતા હારી ગયું હોય પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સના દરેક ખેલાડીઓએ આઈપીએલ 2021 માં સારું પ્રદર્શન કરી જબરદસ્ત વાપસી કરી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2021 માંથી બહાર થઈ જશે પરંતુ ટીમના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ટીમની જબરદસ્ત વાપસી કરાવી હતી.

પહેલી વખત આઈપીએલનું આયોજન 2008માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતને અનેક એવા ખેલાડીઓ મળ્યા જે ભારતીય ક્રિકેટ ટીમનું સ્તર ઊંચું લઈ ગયા. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલમાંથી ભારતીય ટીમને બે એવા ખતરનાક ઓપનિંગ બેટ્સમેન મળ્યા છે કે જે ભારતીય ટીમ માટે ઘણા લાંબા સમય સુધી રમી શકે છે. રોહિત શર્માએ ટીમ ઇન્ડિયા માટે શું કર્યું તે કહેવાની જરૂર નથી. પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રોહિત પછી આ જવાબદારી કોણ નિભાવશે?

હવે આ સવાલનો જવાબ આઈપીએલ 2021 માંથી મળી ગયો છે. ધોનીના નેતૃત્વ વાળી ચેન્નઇ સુપરકિંગ્સના યુવા ઓપનર રુતુરાજ ગાયકવાડે સમગ્ર સિઝનમાં જબરદસ્ત રનનો વરસાદ કર્યો છે. આઈપીએલ 2021માં તેણે 16 મેચમાં 44.35 ની સરેરાશ અને 136.26 ની સ્ટ્રાઇક રેટથી 635 રન બનાવ્યા છે. આવનારા સમયમાં આ ઘાતક બેટ્સમેન ચોક્કસપણે ભારતીય ટીમ માટે ઓપનિંગ કરતો નજરે આવશે, અને તે લાંબા સમય સુધી આ જવાબદારી નિભાવી શકે છે.

બીજી બાજુ, જો શિખર ધવનના વિકલ્પની વાત કરવામાં આવે તો કોલકાતા નાઈટ રાઈડર્સનો વેંકટેશ ઐયર આવનારા સમયમાં આ જવાબદારી નિભાવી શકે છે. વેંકટેશ ઐયરે આઈપીએલ 2021માં 10 મેચમાં 41.11 ની સરેરાશ અને 128.47 ની સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *