IPLમાં શેન વોટસનની એન્ટ્રી, ચેન્નઇ કે રાજસ્થાન નહીં પરંતુ આ ટીમમાં થયો સામેલ…

આઇપીએલ 2022ની તૈયારીઓ જબરદસ્ત ચાલી રહી છે. આઇપીએલ પહેલાં યોજાયેલ મેગા ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ મોટી બોલી લગાવીને પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. હાલમાં તમામ ટીમો બેસ્ટ પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ વર્ષે 10 ટીમો રમવાની હોવાને કારણે ટોટલ 74 મેચ રમાવાની શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી શેન વોટસનની વાત કરીએ તો તેણે આઇપીએલમાં અત્યાર સુધીમાં ખૂબ જ ખતરનાક પ્રદર્શન કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ, ચેન્નઇ સુપર કિંગ્સ જેવી ટીમો તરફથી રમીને તેણે ઘણી મેચો જિતાડી છે. આ ઉપરાંત તેણે ચેન્નઇ સુપરકિંગ્સને પોતાના દમ પર ફાઇનલમાં જીત પણ અપાવી હતી.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરે છે અને પોતાની ટીમમાં પણ કાયમી જગ્યા બનાવે છે. તાજેતરમાં આઇપીએલ 2022માં શેન વોટસનની એન્ટ્રી થઇ છે. આ ખેલાડી ચેન્નઇ સુપર કિંગ્સ કે રાજસ્થાન રોયલ્સ નહીં પરંતુ આ ટીમ સાથે જોડાયો છે. હાલમાં આ બાબત પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. તો ચાલો જાણીએ તે કઇ ટીમ સાથે જોડાયો છે.

તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી શેન વોટસનને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. દિલ્હી કેપિટલ્સે એક પણ વખત આઇપીએલ ટાઇટલ જીત્યું નથી. આવી સ્થિતિમાં આ ખેલાડીને આસિસ્ટન્ટ કોચની જવાબદારી સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે રિકી પોન્ટિંગના કહેવા પર તેને આ ખાસ જગ્યા આપવામાં આવી છે.

શેન વોટસને બે વખત આઇપીએલનો ખિતાબ જીત્યો છે. આઇપીએલની પ્રથમ સિઝનમાં જ્યારે રાજસ્થાન રોયલ્સે ખિતાબ જીત્યો ત્યારે શેન વોટસન તે ટીમમાં હિસ્સો હતો અને ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ વર્ષ 2018માં ચેન્નઇ સુપરકિંગ્સે ત્રીજો ખિતાબ જીત્યો હતો. તેમાં શેન વોટસનની મહત્વની ભૂમિકા હતી. આ વર્ષે શેન વોટસન દિલ્હી કેપિટલ્સને ખિતાબ જીતાડી શકે છે.

40 વર્ષના શેન વોટસનને વિશ્વનો સૌથી શક્તિશાળી ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવતો હતો. તેની પાસે સૌથી વધારે અનુભવ છે. આ અનુભવ દિલ્હી કેપિટલ્સ ટીમ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આસિસ્ટન્ટ કોચ તરીકે શેન વોટસન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *