ચેતેશ્વર પૂજારાની કારકિર્દી સમાપ્ત! હવે આ દિગ્ગજ ખેલાડી ટેસ્ટમાં નંબર ત્રણ પર કરશે બેટિંગ…

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મોટી ફેરબદલી જોવા મળી છે. વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા અનુભવી ખેલાડીઓની બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે અને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યો હતો. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેને તક આપવામાં આવી હતી પરંતુ તે સફળ સાબિત થઇ શક્યો નહીં. તાજેતરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ચેતેશ્વર પૂજારાને સ્થાન આપવામાં આવ્યું નથી.

ચેતેશ્વર પૂજારાની કારકિર્દી હવે ખતમ થવા તરફ જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં નંબર ત્રણ પર યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. તાજેતરમાં ઘણા ખેલાડીઓ આ સ્થાન માટે દાવેદાર છે. પરંતુ આ ઘાતક ખેલાડી આ રેસમાં સૌથી વધારે આગળ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટેસ્ટ ટીમના નંબર ત્રણ પર ચેતેશ્વર પૂજારાના સ્થાને હનુમાન વિહારીને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 28 વર્ષના આ ખેલાડીએ 13 ટેસ્ટ મેચમાં 684 રન બનાવ્યા છે. હનુમાન વિહારીને ટીમ ઇન્ડિયામાં ખૂબ જ ઓછી તકો આપવામાં આવી છે. જો તેને તક આપવામાં આવે તો નંબર 3 પર જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે.

ગયા વર્ષે જાન્યુઆરી 2021માં ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં હનુમાન વિહારી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત હોવા છતાં પણ તેણે મેચમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સિડની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા જીત તરફ હતું પરંતુ હનુમાન વિહારીએ એક દીવાલની જેમ ઉભા રહીને મેચ ડ્રો કરી હતી. આવું જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતીય ટીમની ઇજ્જત બચાવી હતી.

હનુમાન વિહારી ભવિષ્યમાં ભારતીય ટીમ માટે મહત્ત્વનો સાબિત થઇ શકે છે. તેની ઉંમર હાલમાં નાની હોવાને કારણે તે ભારતીય ટીમમાં સેટ થઇ શકે છે અને લાંબા સમય સુધી આ સ્થાન સંભાળી શકે છે. શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં તેને સામેલ કરવામાં આવ્યો છે અને જો તક આપવામાં આવશે તો તે સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *