IND vs SL: આ ઘાતક ઓલરાઉન્ડર કોરોના સંક્રમિત થતા સમગ્ર સિરીઝમાંથી થયો બહાર…

વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની તમામ મેચો જીત્યા બાદ ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીથી લખનઉના અટલ બિહારી મેદાનમાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમવાની છે. આ પૂર્ણ થયા બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટીમની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ ઇજાને કારણે બહાર થયો હતો સિવાય ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત થયા હોવાને કારણે આ સિરીઝમાં રમી શકશે નહીં. આ સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમ માટે અન્ય એક સારા સમાચાર સામે આવ્યા છે.

લખનઉ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચ શરૂ થાય તે પહેલા જ શ્રીલંકાની ટીમને એક મોટો ફટકો લાગ્યો છે. શ્રીલંકાની ટીમનો આ સ્ટાર ખેલાડી ટીમમાંથી બહાર થયો છે. આ ખેલાડી ભારતીય ટીમનો નંબર વન દુશ્મન હતો. હવે તે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં રમી શકશે નહીં. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકાના સ્ટાર બોલર વાનિન્દુ હસરંગાને આ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી. આવી સ્થિતિમાં હાલમાં તે કવોરન્ટાઇન છે તેથી ભારતીય પ્રવાસ માટે આવેલી શ્રીલંકાની ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો નથી.

વાનિન્દુ હસરંગા ખૂબ જ સારો ખેલાડી છે. તે કોઇપણ બેટિંગ ઓર્ડરને તોડી શકે છે. આ ઉપરાંત આઇપીએલ પહેલા યોજાયેલ મેગા ઓક્શનમાં તેને ખરીદવા માટે ટીમ વચ્ચે મોટી લડાઇ થઇ હતી. પરંતુ આરસીબી દ્વારા તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. હાલમાં તે કોરોના સંક્રમિત હોવાને કારણે આઇપીએલમાં તેના રમવા પર શંકા ચાલી રહી છે.

વાનિન્દુ હસરંગાએ ટી-20 વર્લ્ડકપમાં શાનદાર બોલિંગનો નજારો રજૂ કર્યો હતો. તે હેટ્રીક લેવામાં પણ સફળ રહ્યો હતો. શ્રીલંકા માટે તે આવું કામ કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. આ ખેલાડીએ તેની બોલિંગથી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે. આવી સ્થિતિમાં તેના બહાર રહેવાથી શ્રીલંકાની ટીમને ઘણું નુકસાન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *