રોહિત કે રાહુલને નહીં પરંતુ સ્કોટલેન્ડ સામેની જીતનો શ્રેય કોહલીએ આ ખેલાડીને આપ્યો…

ટી 20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સામે હારી ગયા બાદ અફઘાનિસ્તાન સામે જીત્યું હતું. શુક્રવારના રોજ ભારતની મેચ સ્કોટલેન્ડ સામે હતી. ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે આ મેચમાં ખૂબ જ સારી રીતે જીતવું જરૂરી હતું. અફઘાનિસ્તાનની મેચ બાદ ભારતના તમામ ખેલાડીઓ પોતાના ફોર્મમાં પરત ફર્યા હોય તેવું લાગતું હતું.

સ્કોટલેન્ડ સામેની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો કર્યા હતા. અફઘાનિસ્તાન સામેની મેચમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેના કારણે તેને સ્કોટલેન્ડ સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું. ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે તે પણ જરૂરી છે.

સ્કોટલેન્ડ સામેની મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીના આ નિર્ણયને ભારતીય બોલરોએ સાચો સાબિત કરી બતાવ્યો હતો. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગથી સ્કોટલેન્ડની ટીમને 85 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ પહેલાની મેચોમાં પણ રવિન્દ્ર જાડેજાએ સારું પ્રદર્શન કર્યું હતું.

ભારતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ સ્કોટલેન્ડ સામેની મેચમાં કમાલ કરી બતાવ્યો હતો. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાના જાદુ સામે સ્કોટલેન્ડના બેટ્સમેનો ક્રિઝ પર ટકી શક્યા નહીં. રવિન્દ્ર જાડેજાએ સ્કોટલેન્ડ સામે ખતરનાક બોલિંગ કરીને બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. રવિન્દ્ર જાડેજાના આ શાનદાર પ્રદર્શનને જોતાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

સ્કોટલેન્ડ સામેની મેચમાં સાતમી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ કમાલ કર્યો હતો. બંને બેટ્સમેનોને એક જ ઓવરમાં આઉટ કરી પેવેલિયન ભેગા કરી દીધા હતા. રવિન્દ્ર જાડેજાએ ત્રીજા બોલ પર રીચી બેરિંગ્ટનને બોલ્ડ કર્યો હતો અને છેલ્લા બોલ પર વિથ યુ ક્રોસને એલબીડબલ્યુ કર્યો હતો. એક જ ઓવરમાં સ્કોટલેન્ડના બે ખેલાડીઓને આઉટ કરી મેચ પલટી નાખી હતી. તેના આ ખાસ પ્રદર્શનને જોતા મેચ બાદ વિરાટ કોહલીએ જીતનો શ્રેય રવીન્દ્ર જાડેજાને આપ્યો હતો.

ભારત પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામેની મેચ જીતી ગયું છે. પરંતુ સેમિફાઇનલમાં પ્રવેશવા માટે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે તે જરૂરી છે. ભારત જો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવે તો ખેલાડીઓના ફોર્મ અનુસાર એવું કહી શકાય કે ભારત વર્લ્ડકપ પણ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *