ન્યૂઝીલેન્ડ સામે ટકરાતા પહેલા રાશીદ ખાને રવિચંદ્રન અશ્વિનને કહી દીધી આ મોટી વાત…

ટી 20 વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધીમાં બે મેચ હાર્યું છે અને બે મેચ જીત્યું છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની મેચોમાં હાર મળ્યા બાદ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામેની મેચોમાં ભારત આક્રમક રીતે રમ્યું હતું. સ્કોટલેન્ડ સામેની મેચ જીત્યા બાદ ભારતની રનરેટ પણ સૌથી વધારે થઇ ગઇ છે. પરંતુ ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે બીજી ટીમ પર આધાર રાખવો પડશે.

ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે જીતે એ પણ જરૂરી છે. 7 નવેમ્બરના રોજ ભારતની મેચ ન હોવા છતાં પણ ભારતના ચાહકોની નજર તે મેચ પર રહેશે. અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ રવિવારના રોજ અબુધાબીમાં રમાશે. આ મેચ નક્કી કરશે કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે કે નહીં.

અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાનને મુજીબની ખોટ વર્તાઇ હતી. મુજીબ ઇજાના કારણે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો. રાશિદ ખાન અને મુજીબ જેવા ખેલાડીઓ અફઘાનિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે મેચ જીતાડી શકે છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ પોતાની તાકાત સાથે મેદાનમાં આવે તે મહત્વનું છે.

રવિચંદ્રન અશ્વિને પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓને ઓલ ધ બેસ્ટ કહ્યું અને પછી પોતાના મનની વાત કરતાં જણાવ્યું કે મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા મુજીબ પ્લેયિંગ ઇલેવનમાં પાછો આવી જશે. રાશિદ ખાને તેનો રસપ્રદ જવાબ આપતા જણાવ્યું કે ભાઇ ટેન્શન ના લ્યો અમારા ફિઝિયો પ્રશાંત પંચાડા તેને જોઇ રહ્યા છે.

અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચમાં ન્યૂઝીલેન્ડની જીત થાય તો ભારત માટે સેમિફાઇનલના દરવાજા બંધ થઇ જશે. પરંતુ જો અફઘાનિસ્તાનની જીત થાય તો ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશવાનો રસ્તો સરળ થઇ જશે. જો અફઘાનિસ્તાનની જીત થાય તો ભારત પોતાની છેલ્લી મેચ નામિબિયા સાથે રમીને સેમિફાઇનલમાં પ્રવેશી શકે છે.

સ્કોટલેન્ડ સામેની મેચ બાદ ભારતની રનરેટ અન્ય ટીમો કરતા સારી થઇ ગઇ છે. સ્કોટલેન્ડના 86 રનનો પીછો કરવા માટે મેદાને ઉતરેલા ભારતીય ખેલાડીઓએ 6.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. રોહિત અને રાહુલની તોફાની બેટિંગના કારણે રનરેટમાં મોટો સુધારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *