19 બોલમાં 50 રન બનાવવા છતાં પણ કેએલ રાહુલને નહીં પરંતુ આ ખેલાડીને મળ્યો જીતનો શ્રેય…
ટી 20 વર્લ્ડકપમાં ભારત સતત હાર અને જીતનો સામનો કરી રહ્યું છે. પ્રથમ બે મેચમાં હાર બાદ વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયામાં ફેરફારો કરીને અગત્યના નિર્ણયો લીધા હતા. ટી 20 વર્લ્ડકપમાં ભારતને પ્રથમ જીત અફઘાનિસ્તાન સામેની મેચમાં મળી હતી. ત્યારબાદ ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે ગઇકાલે એટલે કે 5 નવેમ્બરના રોજ મેચ રમાઇ હતી.
સ્કોટલેન્ડ સામેની મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો કર્યા હતા. પ્રથમ ટોસ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલીના આ નિર્ણયને ભારતીય બોલરોએ સાચો સાબિત કરી બતાવ્યો હતો. સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતા માત્ર 85 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે 86 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
સ્કોટલેન્ડ સામેની મેચમાં 86 રનનો પીછો કરવા ઉતરેલા ભારતીય ટીમના ઓપનરોએ પાવરપ્લેમાં જ તબાહી મચાવી દીધી હતી. કેએલ રાહુલે 19 બોલમાં 50 રન અને રોહિત શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ બંનેની તાબડતોડ બેટિંગને કારણે ભારતે આ મેચ માત્ર 6.3 ઓવરમાં જીતી લીધી હતી.
સ્કોટલેન્ડ સામે ની મેચ બાદ વિરાટ કોહલીએ પણ જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં ખૂબ જ સારી બોલિંગ કરી છે. તેણે 4 ઓવરમાં ફક્ત 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાના આ જબરદસ્ત પ્રદર્શનને જોતા તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
સ્કોટલેન્ડ સામેની મેચમાં કેએલ રાહુલનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું. તેણે આ મેચમાં માત્ર 19 બોલમાં 50 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાની સાથે કેએલ રાહુલે પણ આ મેચમાં કમાલ કરી બતાવ્યો હતો. જેના કારણે ભારતે આ મેચને માત્ર 39 બોલમાં મેચને જીતી લીધી હતી. તેથી મેચ જીતવાનો શ્રેય જેટલો રવિન્દ્ર જાડેજાને મળવો જોઇએ તેટલો જ કેએલ રાહુલને પણ મળવો જોઇતો હતો.
ભારતને સેમીફાઇનલમાં પ્રવેશવા માટે સારી રનરેટથી આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. ભારતીય ટીમે આ મેચમાં તે કરી બતાવ્યું હતું. ભારતે માત્ર 39 બોલમાં આ મેચને જીતીને પોતાની નેટ રનરેટને પણ મજબૂત કરી લીધી છે. હવે ભારતીય ટીમની નજર 7 નવેમ્બરના રોજ રમાનારા અફગાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુકાબલા પર રહેશે.