મિયા ભાઇ ઓન ફાયર મોડ… 4 વિકેટ લઈને સિરાજે રચ્યો ઇતિહાસ, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…

રોહિત શર્માની આગેવાની ભારતીય ક્રિકેટ ટીમમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ ત્રીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ હાલમાં શરૂ થઈ ચૂક્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ તમામ ખેલાડીઓ હાલમાં આ મેચમાં દબાણ બનાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થઈ રહી છે. બીજી તરફ હાલમાં સીરાજે એક મહત્વનું કારનામું પણ કર્યું છે.

ત્રીજી મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમે 319 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમ પાસે 126 રનની લીડ હતી. હાલમાં ભારતીય ટીમ બીજો દાવ રમતી જોવા મળી છે. આજે ત્રીજા દિવસે સીરાજે ફરી એક વખત પોતાની બોલિંગમાં ધમાલ મચાવી છે. તેણે 4 વિકેટ લીધી છે અને વર્લ્ડ રેકોર્ડ પર સ્થાપિત કર્યો છે.

મોહમ્મદ સિરાજ ફરી એક વખત ચમક્યો છે. તેણે આવતાની સાથે જ વિકેટો લેવાનું શરૂ કર્યું હતું. આજે તેણે પોતાની 21.1 ઓવર દરમિયાન 84 રન આપ્યા છે અને 4 વિકેટ લીધી છે. આજે તેણે 2 મેડન ઓવર પણ ફેંકી છે. ચાર વિકેટ લઈને તેણે આ મોટો વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે સ્થાપિત કર્યો છે.તો ચાલો આપણે તેના રેકોર્ડ પર નજર કરીએ અને સમગ્ર માહિતી વિશે જાણકારી મેળવીએ.

તમને જણાવી દઈએ કે સીરાજે હાલમાં આજે તેની ઇન્ટરનેશનલ કરિયરની 150 વિકેટ પૂર્ણ કરી છે. જેમાં ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધી 25 મેચમાં 72 વિકેટ લીધી છે. સૌથી ઝડપી વિકેટ લેવાના મામલે હાલમાં તે સૌથી ઉપર છે. આ ઉપરાંત ટેસ્ટ ફોર્મેટમાં હાલમાં તે 19 માં ક્રમ પર છે. હાલમાં તે અનેક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આ ઉપરાંત તેનું કરિયર પણ મજબૂત બનતું દેખાઈ રહ્યું છે.

સિરાજની ચાર વિકેટ ઉપરાંત કુલદીપ અને જાડેજાએ પણ 2-2 વિકેટ લીધી છે. આ ઉપરાંત અશ્વિન અને બુમરાહ પણ વિકેટ લેવામાં સફળ રહ્યા છે.ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગ લાઈન હાલમાં ફરી એક વખત મજબૂત જોવા મળી છે. જેના કારણે ભારતને મોટી લીડ મળી છે. હવે આ મેચમાં જીત મેળવવા ભારતીય ટીમ ધમાકેદાર બેટિંગ કરતી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *