બાપુએ મચાવી તબાહી, જાડેજાની ફિરકીમાં ફસાયો બેન સ્ટોક્સ, એવી રીતે આઉટ કર્યો કે…-જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચનો ત્રીજો દિવસ હાલમાં શરૂ થઈ ચૂક્યો છે. પ્રથમ બંને દિવસ બાદ બંને ટીમોની સ્થિતિ હાલમાં સમાન જોવા મળી છે. બંને ટીમો કોઈ પણ સમયે ગેમ પલટો કરી શકે તેમ છે. આ ઉપરાંત હાલમાં જાડેજાએ ફરી એક વખત પોતાની બોલિંગમાં ધમાલ મચાવી છે.

પ્રથમ બંને દિવસો દરમિયાન આપણે જોયું હતું કે ભારતે પ્રથમ બેટિંગ કરીને 445 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. હાલમાં ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય ટીમના બોલરો બીજા દિવસ દરમિયાન ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યા હતા પરંતુ ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતીય બોલરોએ કમાલ કર્યો છે. જેમાં જાડેજાએ આવતાની સાથે જ રૂટને આઉટ કર્યો છે.

જાડેજા ફરી એક વખત પોતાની બોલિંગમાં સફળ રહ્યો હોય તેવું કહી શકાય છે. તેણે બેન સ્ટોક્સને દિવસે તારા દેખાડ્યા છે. બેન સ્ટોક્સ હાલમાં સેટ થઈ ચૂક્યો હતો. તે 41 રન સુધી પહોંચી ચૂક્યો હતો પરંતુ જાડેજાએ તેને જબરદસ્ત આઉટ કર્યો છે. હાલમાં તે ચર્ચામાં ચાલી રહ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થયો છે અને ચાહકો તેની સામે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

જાડેજાની સારી બોલિંગ ના કારણે ભારતને ફરી એક વખત ફાયદો થયો છે. બેન સ્ટોક્સ અત્યાર સુધી તેની સામે ઘણી વખત આઉટ થઈ ચૂક્યો છે. જાડેજાએ શરૂઆતથી જ સ્વિંગ કરાવવાનું શરૂ કર્યું હતું અને તે જાળમાં ફસાયો છે. તો ચાલો આપણે પણ તેના આ વિડીયો પર એક નજર કરીએ અને વીડિયો નિહાળીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *