6,6,6,6,4,4,4.. 122 બોલમાં 100 રન બનાવીને યશસ્વી જયસ્વાલે મચાવી તબાહી, આ રેકોર્ડ કર્યો પોતાના નામે…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. આ ટેસ્ટ મેચના પ્રથમ ત્રણેય દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. ભારતીય ટીમે શરૂઆતથી જ ઘાતક પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં પણ ભારતીય ટીમે આ મેચમાં દબાણ બનાવી રાખ્યું છે. આ ઉપરાંત આજે યશસ્વી જયસ્વાલે ઘણી સારી બેટીંગ કરી છે.

સમગ્ર મેચની ચર્ચા કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પાસે 126 રનની લીડ હતી. હાલમાં ભારતીય ટીમ બીજા દાવની બેટિંગ કરતી જોવા મળી છે. બીજા દાવમાં રોહિત નિષ્ફળ રહ્યો પરંતુ યશસ્વી અને ગિલે ઘણી મોટી ભાગીદારી બનાવી હતી. જેમાં યશસ્વીએ તાજેતરમાં જબરદસ્ત સદી ફટકારી છે અને પોતાના નામે આ મોટો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

યશસ્વીએ ફરી એક વખત ઘાતક બેટિંગ કરીને ભારતીય ટીમને મદદ કરી છે. તેણે આજે 122 બોલમાં 100 રન બનાવ્યા છે.જેમાં 9 ફોર અને 5 મોટી સિક્સર ફટકારી છે. તેના સારા પ્રદર્શનના કારણે ભારતીય ટીમ ઘણી મજબૂત જોવા મળી છે. આ ઉપરાંત હાલમાં તેણે સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તો ચાલો આપણે તેના આ રેકોર્ડ પર એક નજર કરી અને માહિતી મેળવીએ.

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે આજે સદી ફટકારતાની સાથે જ તેણે માત્ર 13 ઈનિંગમાં ત્રણ સદી પૂર્ણ કરી છે.ખૂબ જ નાની ઉંમરે આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. હાલમાં થોડા સમય પહેલા તેણે બેવડી સદી પણ ફટકારી હતી. આજે ગિલ સાથે ભાગીદારી કરીને તેને ફરી એક વખત મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર ચમકતો જોવા મળ્યો છે.

યશસ્વી જયસ્વાલ હાલમાં ઇંગ્લેન્ડ માટે કાળ સાબિત થયો છે. ભારતીય ટીમને તે ઘણો મદદગાર થઈ રહ્યો છે. હજુ પણ તે મોટો રેકોર્ડ બનાવી શકે છે. આગામી દિવસો ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય ટીમની બેટિંગ લાઇન ફરી એક વખત ઘાતક જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *