KL રાહુલના કારણે આ દિગ્ગજ ખેલાડીનું કરિયર થયું બરબાદ, ટૂંક સમયમાં લઇ શકે છે નિવૃત્તિ…

ભારતીય ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવા માટે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે પહોંચી ગઇ છે. જ્યાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે 25 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચ રમાવાની છે. જેમાં બીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 4-8 માર્ચ અને બીજી ટેસ્ટ મેચ 12-16 માર્ચ દરમિયાન રમાશે. આ સિરીઝને લઇને બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.

ભારતીય ટેસ્ટ ટીમમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ માનવામાં આવે છે અને તેટલું જ તેને જાળવી રાખવું મુશ્કેલ છે કારણ કે ટીમની બહાર ઘણા ખેલાડીઓ છે કે જે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન આધારે મજબૂત સ્પર્ધામાં છે. આજે આપણે આ લેખમાં એક એવા ખેલાડી ની વાત કરવાના છીએ કે જેનું ટેસ્ટ કરિયર કેએલ રાહુલના કારણે બરબાદ થઇ ગયું છે.

કેએલ રાહુલના કારણે આ દિગ્ગજ ભારતીય ખેલાડીનું ટેસ્ટ કરિયર સમાપ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને હવે ટેસ્ટ ટીમમાં આ ખેલાડીની વાપસીની કલ્પના કરવી પણ અશક્ય છે. કારણ કે કેએલ રાહુલ ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. તેમજ તેનો સાથી પાર્ટનર રોહિત શર્મા હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.

આવી સ્થિતિમાં 35 વર્ષીય શિખર ધવન માટે ભારતીય ટેસ્ટ ટીમના દરવાજા બંધ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પસંદગીકારોએ શિખરને લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં તક આપી નથી. શિખર ધવન માટે પહેલા મયંક અગ્રવાલ અને હવે રાહુલના કારણે ટેસ્ટ ટીમના દરવાજા બંધ થઇ ગયા છે.

શિખર ધવનને બદલે હાલમાં રાહુલને ટેસ્ટ ટીમમાં વધુ તક આપવામાં આવી રહી છે. શિખર ધવને તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. ત્યારબાદ તે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળ્યો નથી. શિખર ધવનના આંકડાઓ પર નજર કરીએ તો તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાં ટોચના ખેલાડી તરીકે જોવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ શિખરે 34 મેચોમાં 41ની એવરેજ 2300થી વધુ રન બનાવ્યા છે. જેમાં તેણે 7 સદી ફટકારી છે. પરંતુ હાલ તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળી રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *