મેગા ઓક્શન બાદ આવી કંઇક રહેશે ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન, જાણો કોને મળશે સ્થાન…

આઇપીએલ 2022 પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થયેલ મેગા ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમ પસંદ કરી લીધી છે. આ વર્ષે 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે કારણકે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી-20 સાથે જોડાઇ ગઇ છે.

આ બંને નવી ટીમની વાત કરીએ તો તેમણે પણ મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. આ બંને ટીમોને મેગા ઓક્શન પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓને પસંદ કરવાની પરમિશન આપવામાં આવી હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલની પસંદગી કરી હતી.

ગુજરાત ટાઇટન્સ ની વાત કરીએ તો મેગા ઓક્શન પહેલા આ ટીમે ત્રણ મજબૂત ખેલાડીઓને પોતાની ટીમ સાથે જોડ્યા હતા. આ સિવાય બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવી હતી. મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે ઘણા બધા ઓલરાઉન્ડર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. જેમાં સૌથી મોટું નામ રાહુલ તેવાટીયાનું છે. જેને ગુજરાત ટાઇટન્સે 9 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન અંગે વાત કરીએ તો ઓપનિંગ બેટ્સમેન તરીકે શુભમન ગિલની સાથે ઇંગ્લેન્ડનો અનુભવી ખેલાડી જેસન રોય ઓપનિંગ કરતો નજર આવી શકે છે. ત્યારબાદ નંબર 3 વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહને સ્થાન મળી શકે છે. નંબર 4 પર સાઉથ આફ્રિકન બેટ્સમેન ડેવિડ મિલરને તક મળી શકે છે.

નંબર 5 પર ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને તક મળી શકે છે. ત્યારબાદ નંબર 6 પર કેપ્ટન હાર્દિક પંડ્યા રમતો નજરે આવશે. નંબર 7 પર ઓલરાઉન્ડર ખેલાડી રાહુલ તેવાટીયાને સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી મેચ ફિનિશ કરવા માટે જાણીતો છે અને તેને ગુજરાત ટાઇટન્સ દ્વારા મેગા ઓપરેશનમાં 9 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

ત્યારબાદ નંબર 8 પર ટીમના સ્પિન ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રાશિદ ખાનને સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ ફાસ્ટ બોલર ની વાત કરીએ તો તેની જવાબદારી મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલને સોંપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *