ગાવસ્કરનો ધડાકો, રોહિત નહીં પરંતુ આ ખેલાડી બનવો જોઇએ ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન…
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ બીસીસીઆઇ દ્વારા તેને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન બન્યા બાદ ભારત એક પણ સિરીઝ હાર્યું નથી.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપ્યું છે. આમ અચાનક દરેક પદેથી રાજીનામું આપી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. આ ઉપરાંત બીસીસીઆઇ ભારતીય ટીમના નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે. હાલમાં વિરાટ કોહલી એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી.
એવી અટકળો લગાવવામાં આવતી હતી કે ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવશે. પરંતુ હાલમાં તેની ઉંમર 34 વર્ષની છે. આ ઉપરાંત ટૂંક સમયમાં તે નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ફરી એકવાર નવા કેપ્ટનની શોધ કરવી પડી શકે તેમ છે. તાજેતરના અહેવાલ પ્રમાણે આ ખતરનાક ખેલાડી કેપ્ટન બની શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટેસ્ટ કેપ્ટનશીપ મળી શકે છે. આ ખેલાડીની ઉંમર 24 વર્ષ છે અને તે ભારતના ત્રણેય ફોર્મેટમાં કાયમી સ્થાન ધરાવે છે. વિરાટ કોહલીને પણ 27 વર્ષની ઉંમરે ટેસ્ટ કેપ્ટનશીપ મળી હતી. આ ખેલાડી આ જવાબદારી ખૂબ જ નિષ્ઠા સાથે નિભાવી શકે તેમ છે. રિષભ પંત કેપ્ટનશીપમાં પણ અનુભવ ધરાવે છે.
રિષભ પંતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને તેણે ટીમને પ્લે ઓફમાં પહોંચાડી હતી. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ દ્વારા તેને આ વર્ષે જાળવી રાખવામાં આવ્યો છે. તે બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગમાં પણ માહેર છે.
ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે તાજેતરમાં રિષભ પંત ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. હવે તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવી જોઇએ. ટેસ્ટ ટીમની કમાન સાંભળવા માટે પણ હવે તે તૈયાર છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ રિષભ પંતને કેપ્ટન બનાવવા માટે સહકાર આપ્યો છે.