89 રન બનાવ્યા બાદ પણ રોહિત શર્માએ ઇશાન કિશનને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને આપ્યો જીતનો શ્રેય…

ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત હાલમાં રમાયેલી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકા ટીમને 62 રને હરાવીને ભવ્ય જીત મેળવી છે. આ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકન ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 199 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા ટીમને ભારતીય ટીમે 62 રને હરાવ્યું હતું. ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરીને શ્રીલંકન ટીમના ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશને 56 બોલમાં 89 રન બનાવીને એક સફળ ઓપનર ખેલાડી સાબિત થયો હતો. પરંતુ રોહિત શર્મા દ્વારા ઇશાન કિશનને નહીં પણ આ ખેલાડીને જીતનો શ્રેય આપવામાં આવ્યો હતો. આગામી વર્લ્ડકપમાં આ ખેલાડીનું સ્થાન નક્કી હોય તેવા સંકેતો પણ આપ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

રોહિત શર્મા દ્વારા ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને જીતનો શ્રેય આપવામાં આવ્યો છે. આ ખેલાડીએ શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચ દરમિયાન 200થી વધારે સ્ટ્રાઇક રેટથી 28 બોલમાં 57 રન બનાવીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતીય ટીમમાં ઘણું સારું પ્રદર્શન કરતો આવ્યો છે.

શ્રેયસ ઐયરે આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ સંભાળી હતી. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલા મેગા ઓક્શનમાં તેને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા મોટી બોલી લગાવીને ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા વર્ષોમાં વિરોધી ટીમ પર ઘાતક સાબિત થઇ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા કુશળતા ધરાવતા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે અને તેના પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શ્રેયસ ઐયરનું સ્થાન આગામી વર્લ્ડ કપમાં નકકી છે. તેવા સંકેતો રોહિત શર્મા દ્વારા પણ વારંવાર આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *