ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, યાદવ અને ચહર બાદ આ ઘાતક ખેલાડી પણ ઇજાના કારણે થયો બહાર…

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ ત્રણ ટી-20 મેચોની સિરીઝની પ્રથમ મેચ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં રમાઇ હતી. શ્રીલંકા ટીમે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ભારતીય ટીમે 62 રને વેસ્ટ ઇન્ડીઝ સામે જબરદસ્ત વિજય પ્રાપ્ત કર્યો છે. હવે ભારતીય ટીમ બીજી ટી-20 મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા ઈચ્છે છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતે ફરી એકવાર મેચ જીતવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. શ્રીલંકા સિરીઝ શરૂ થાય તે પહેલા કેએલ રાહુલ, દીપક ચહર, સૂર્ય કુમાર યાદવ જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર થયા હતા. તાજેતરમાં વધુ એક ખરાબ સમાચાર ભારતીય ટીમ માટે સામે આવ્યા છે.

ભારતીય ટીમના આ ઘાતક ખેલાડી ગુરુવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન કાંડાના ભાગે થયેલી ઈજાને કારણે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાંથી બહાર થયો હતો. આ ઉપરાંત ઇજા ગંભીર જણાશે તો આગામી મેચમાં પણ તે જોવા મળશે નહીં. અચાનક આવી રીતે બહાર થતાં તેના સ્થાને અન્ય ખેલાડીને તક આપવામાં આવી હતી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાને કારણે બહાર થયો હતો. ઋતુરાજે તેની છેલ્લી મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી, જેમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ઋતુરાજ ગાયકવાડે તેના જમણા કાંડાના દુખાવાની ફરિયાદ કરી હોવાને કારણે પ્રથમ ટી-20 મેચમાં તે ઉપલબ્ધ રહ્યો નહોતો.

ઋતુરાજ ગાયકવાડ પહેલા પણ ટીમ ઈન્ડિયામાંથી ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે. પરંતુ ઋતુરાજ બહાર થતા ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઋતુરાજ પહેલેથી જ ટીમમાં સ્થાન મેળવવા માટે નિષ્ફળ જઇ રહ્યો હતો. પરંતુ હવે ઇજાને કારણે માત્ર એક મેચ રમ્યા બાદ બહાર થયો છે. તેની કારકિર્દી માટે આ મોટો ઝટકો કહી શકાય.

શ્રીલંકા સામેની સિરીઝમાં ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની વાપસી થઇ છે. તમામ ખેલાડીઓએ પ્રથમ ટી-20 મેચ દરમિયાન જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતીય ટીમને જીત અપાવી છે. આગામી બંને મેચ જીતીને ભારતીય ટીમ વાઇટ વોશ કરવા ઇચ્છે છે. ભારતીય ટીમ આ સિરીઝ બાદ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *