શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચમાં આવી કંઇક રહેશે ભારતીય પ્લેઇંગ ઇલેવન…

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં પ્રથમ ટી-20 મેચ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીના રોજ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 62 રને હરાવી છે. આ સાથે જ ભારતીય ટીમ 1-0 ની લીડથી આગળ ચાલી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ બે મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે.

શ્રીલંકા સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમને ઘણા મોટા ઝટકા લાગ્યા હતા. જેમાં ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, દીપક ચહર જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર થયા હતા. આ ઉપરાંત પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં પણ ભારતીય ટીમે પ્રથમ ટી-20માં શ્રીલંકાને હરાવી દીધું છે. પરંતુ બીજી ટી-20માં કઇ પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ મેદાને ઉતરશે તે અગત્યનું છે.

શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરશે તે નિશ્ચિત છે. તેની સાથે યુવા બેટ્સમેન ઇશાન કિશન ઓપનિંગ કરી શકે છે. આ બન્નેની જોડીએ પ્રથમ ટી-20 મેચમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. મોટી ભાગીદારી કરીને ભારતીય ટીમને મોટા સ્કોર તરફ લઇ જવામાં આ બંને ખેલાડીઓની મહત્વની ભૂમિકા રહી હતી.

પ્રથમ ટી-20 મેચમાં નંબર ત્રણ પર સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને બેટિંગ કરવાની તક આપવામાં આવી નહોતી. આવી સ્થિતિમાં બીજી ટી-20 મેચમાં ફરી એકવાર તેને નંબર ત્રણ પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત હાલમાં ધમાકેદાર ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ ઐયરને નંબર ચાર પર ઉતારવામાં આપવામાં આવશે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને નંબર 5 પર અને ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયરને નંબર 6 પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સ્પિન બોલિંગની તમામ જવાબદારી યુજવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઇને સોંપવામાં આવી શકે છે. ઓલરાઉન્ડર ખેલાડી દીપક હુડા પ્રથમ ટી-20 મેચમાં ફ્લોપ સાબિત થયો હોવાને કારણે તેનું પત્તું કપાઇ શકે છે.

શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચમાં ફાસ્ટ બોલરની જવાબદારી ભુવનેશ્વરકુમાર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને સોંપવામાં આવશે. પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય ખેલાડી હર્ષલ પટેલે કંઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *